૮૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
તેને પ્રત્યક્ષ પણ જાણી લે છે; એ જ પ્રમાણે જ્ઞેય, અનુમેય છે
તેને પ્રત્યક્ષ થવા માટે દ્રષ્ટાંતથી આ અનુમાન સાધ્યું. ૧સૂક્ષ્મ,
૨અંતરિત અને ૩દૂરવર્તિપદાર્થ હેતુઅનુમેય છે માટે તે કોઈને
પ્રત્યક્ષ છે જ, જેને તે પ્રત્યક્ષ છે તે જ સર્વજ્ઞ છે. એ પ્રમાણે
અનુમાનદ્રષ્ટાંતથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી. શ્રી દેવાગમસ્તોત્રમાં
પણ કહ્યું છે કે —
✽
सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा ।
अनुमेयत्त्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः ।।५।।
(આપ્તમીમાંસા)
અર્થ : — જે ૧સૂક્ષ્મ, ૨અંતરિત અને ૩દૂરવર્તિ પદાર્થ
છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે, તેનું દ્રષ્ટાંત – જેમ અગ્નિ અનુમેય
છે. તેને પ્રત્યક્ષ (પણ) જોઈ જ લે છે. એ પ્રમાણે બીજું
અનુમાન સિદ્ધ કર્યું.
૧. સૂક્ષ્મપદાર્થ = પરમાણુ વગેરે સૂક્ષ્મ પદાર્થો.
૨. અંતરિતપદાર્થ = રામ, રાવણ વગેરે કાળથી દૂર એવા પદાર્થો.
૩. દૂરવર્તિપદાર્થ = મેરૂપર્વત વગેરે ક્ષેત્રથી દૂર એવા પદાર્થો.
✽અર્થ : — જેમ અગ્નિ વગેરે પદાર્થો અનુમાનના વિષય હોવાથી
કોઈને તેઓ પ્રત્યક્ષ હોય છે તેમ સૂક્ષ્મ, અંતરિત [કાળ
અપેક્ષાએ અંતર પડ્યું હોય એવા] અને દૂર પદાર્થો પણ
અનુમાનના વિષય હોવાથી કોઈને પ્રત્યક્ષ હોય છે, એ રીતે
સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.