સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૭
વધારે વધારે મીઠી છે, જેને જાણીને સ્વજાતિ એકદેશ ગુણના
ઉત્તરોત્તર વૃદ્ધિપણાને સાધન બનાવી અમૃતના સંપૂર્ણ
મીઠાપણાનો નિશ્ચય કરીએ છીએ; અથવા – બાહ્યાભ્યંતર કારણો
વડે એકદેશ દોષની હાનિને સાધન બનાવીને કોઈનામાં સંપૂર્ણ
દોષની હાનિ સાધન વડે સાધીએ છીએ. એ પ્રમાણે એકદેશરૂપ
વાનગીથી સર્વદેશવાતનો નિશ્ચય કરવો એ પણ એક અનુમાનની
જાતિ છે. શ્રીદેવાગમસ્તોત્રમાં પણ કહ્યું છે કે —
✽
दोषावरणयोर्हानिर्निश्देषास्त्यतिशायनात् ।
क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।४।।
(આપ્તમીમાંસા)
અહીં, જીવોને એકદેશ આવરણ વા રાગાદિકની હાનિ
ઉત્તરોત્તર વૃદ્ધિ – વૃદ્ધિરૂપ થતી જાણી (તેને) સાધન બનાવી,
કોઈને સંપૂર્ણ પણ આવરણ વા રાગાદિકની હાનિ થઈ છે, એ
પ્રમાણે અનુમાનથી સિદ્ધ કર્યું.
વળી, જે જે જ્ઞેય અનુમેય અર્થાત્ અનુમાનમાં આવવા
યોગ્ય છે તે નિયમથી કોઈને પ્રત્યક્ષગોચર અવશ્ય હોય જ. જેમ
અગ્નિઆદિ છે તેને અનુમાનથી પણ જાણીએ છીએ, ત્યારે કોઈ
✽અર્થ : — જેમ જીવોને દોષ અને આવરણનો ઘટાડો હોય છે,
તેમ પોતપોતાના કારણે બાહ્ય અને આંતરિક મળનો (અર્થાત્)
આવરણો અને દોષનો) સંપૂર્ણ ક્ષય અતિશાયન હેતુથી (ઘટતાં
ઘટતાં સર્વથા નાશ થાય એ હેતુથી) સિદ્ધ થાય છે.