૮૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
અસંભવતિ વાત વગર વિચાર્યે કહેવી યોગ્ય નહોતી કે ‘સર્વજ્ઞ
જ નથી.’ એ તો તમે જૂઠા મતપક્ષ વડે જ વચન કહ્યું છે,
પરંતુ આસ્તિક્યવાદી તો તમારો નાસ્તિરૂપ વચનને જ
સાધનરૂપ બનાવી સર્વજ્ઞના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. એ
પ્રમાણે તમારા વચનથી જ પોતાની (અમારી) રકમ જે
સર્વજ્ઞની અસ્તિ, તેની સિદ્ધિ કરી.
તથા અમે જે સાધન દ્વારા અનુમાન વડે સર્વજ્ઞની સત્તા
જાણી છે તે તમને દર્શાવીએ છીએ — અહીં ચાર પ્રકારના
અનુમાનથી સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય થવો દર્શાવીશું. એક તો –
એકદેશ આવરણની હાનિને સાધન કરવી, બીજું – થોડા ઘણા
જ્ઞેયનું પણ પ્રત્યક્ષ છે તેને સાધન કરવું, ત્રીજું – સૂક્ષ્મ આદિ
પદાર્થોને સાધન કરવાં, ચોથું – સૂક્ષ્મઆદિ પદાર્થરૂપે જે
ઉપદેશવાક્યો છે તેને સાધન કરવા; એ પ્રમાણે ચાર પ્રકારનાં
સાધન છે. હવે તેનું વિશેષ (વર્ણન) વા એ સાધનોના
આશ્રયથી કેવી રીતે સર્વજ્ઞનું અનુમાન કરીએ છીએ, તે અહીં
લખીએ છીએઃ —
ત્યાં દોષ અને આવરણની હાનિ કોઈ જીવને સંપૂર્ણ થઈ
છે, કારણ કે – સંસારમાં જ્ઞાનની વિશેષતા તથા કષાયની મંદતા
ઉત્તરોત્તર વધતી વધતી જોવામાં આવે છે, તેનાથી આ
સર્વજ્ઞતાની સિદ્ધિ કરી. જેમ ગોળથી *સક્કર વધારે મીઠી છે,
સક્કરથી ખાંડ, ખાંડથી બૂરૂ અને બૂરાથી મિશ્રી (પત્રીસાકર)
* સક્કર શેરડીમાંથી પરબારી સંયુક્તપ્રાંતમાં કાઢવામાં આવે છે.