સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૫
અર્થઃ — જેની સંજ્ઞારૂપ ૧પ્રતિષેધની વાક્યરૂપ સંજ્ઞા
કહેવામાં આવે તે વાક્ય કથંચિત્ સદ્ભાવરૂપ જે સંજ્ઞાનો સ્વામી
૨પ્રતિષેધ્યપદાર્થ, તેના આશ્રય વિના પ્રવર્તે નહિ. તેથી જે વસ્તુ
કથંચિત્ અસ્તિરૂપ હશે તેની જ નાસ્તિની કથની કથંચિત્
સંભવશે પણ સર્વથા અભાવરૂપની સંજ્ઞા લઈને (વળી) તેની
નાસ્તિની કથની સર્વથા જ બનતી નથી. તમે સર્વજ્ઞનું નામ
લઈને (વળી પાછા તેની) નાસ્તિ કહી, પણ ‘સર્વજ્ઞ’ એવી નામ
સંજ્ઞા તો સર્વજ્ઞની કથંચિત્ અસ્તિતાને જણાવે છે; માટે અમે
તો તમારી પાસે સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરીએ છીએ, કે તમે
સર્વજ્ઞનું નામ લઈને નાસ્તિ કહો છો પણ તેમાં તો આમ આવ્યું
કે
– સર્વજ્ઞનો સદ્ભાવ કોઈ પ્રકારથી છે જ અને ત્યારે તો
સર્વજ્ઞની સંજ્ઞા બને છે. એ પ્રમાણે સંજ્ઞાના સ્વામીનો પ્રતિષેધ
જ પોતાની પ્રતિષેધ્યવસ્તુની સિદ્ધિ કરે છે.
વળી તમે કહેશો કે – ‘અમે તો સર્વજ્ઞથી નાસ્તિનું વચન
કહ્યું છે તે તો આસ્તિક્યવાદી સર્વજ્ઞની અસ્તિ માને છે, તેના
અભિપ્રાયને ખંડન કરવા માટે કહ્યું છે.’ તેને અમે કહીએ
છીએ કે – ‘સર્વજ્ઞ નથી’ એવું બાધાસહિત વચન તો કહેવું
નહોતું, અગર કહેવું હતું તો સર્વજ્ઞવાદી એવું માને છે પણ
તેનું શ્રદ્ધાન જુઠું છે’ એ પ્રકારથી કહેવું હતું, એટલે તેને તો
પરસ્પર વાદ દ્વારા નિર્ણય થઈ જાય, પરંતુ તમારે આવી
૧. પ્રતિષેધ = નિષેધ.
૨. પ્રતિષેધ્ય = નિષેધવા યોગ્ય.