૮૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જ હતો. હવે ફરી તેને (અમે) પૂછીએ છીએ કે – તમે સર્વજ્ઞની
નાસ્તિ કહો છો તો તે કોઈ ક્ષેત્ર – કાળની અપેક્ષાથી કહો, તો
એ તો અમે પણ માનીએ છીએ પણ જો તમે સર્વ ક્ષેત્ર – કાળની
અપેક્ષાએ સર્વથા નાસ્તિ કહેશો તો તમને અમે કહીએ છીએ
કે – જે સર્વથા અભાવરૂપ હોય તેની વસ્તુસંજ્ઞા કેવી રીતે થાય?
વા તેની નામસંજ્ઞા પણ નિયમથી ન પ્રવર્તે; તમે સર્વજ્ઞની
અસ્તિપૂર્વક વિધિરૂપ વાક્ય તો કહેતા નથી, પરંતુ તમે તો આમ
કહો છો કે ‘સર્વજ્ઞ નથી.’ હવે તમે સર્વજ્ઞના સર્વથા અભાવ
માન્યો તો સર્વજ્ઞની સંજ્ઞા કોના આશ્રયે પ્રવર્તશે? ન્યાયશાસ્ત્રમાં
તો આવી મર્યાદા છે કે – જે સર્વથા અભાવરૂપ હોય તેની સંજ્ઞા
જ હોતી નથી. જેમ કોઈ નાસ્તિરૂપ વચન કહે કે – ‘આકાશનું
ફૂલ નથી’ તો ત્યાં આમ આવ્યું કે – ‘વૃક્ષને તો ફૂલ છે’ તેમ તમે
લૌકિક દ્રષ્ટાંત આપો કે જેનો સર્વથા અભાવ હોય, તેની વિધિ
વા નિષેધમાં સંજ્ઞા ચાલી હોય; પણ લૌકિકમાં તો એવું કોઈ
દ્રષ્ટાંત છે નહિ, માટે સર્વથા અભાવની નામસંજ્ઞા સર્વથા હોય
નહિ. તેથી તમે ‘સર્વજ્ઞ’ એવું વચન કહીને પાછા તેની
‘નાસ્તિ’રૂપ વચન કહો છો, એ વાત અસંભવરૂપ છે.
શ્રીદેવાગમસ્તોત્રમાં પણ એમ જ કહ્યું છે કે –
✽
संज्ञिनः प्रतिषेधो न प्रतिषेध्यादृते क्वचित् ।।२७।।
(આપ્તમીમાંસા)
✽ અર્થ : — સંજ્ઞાવાનનો, (નામવાળા પદાર્થનો) નિષેધ, નિષેધ્ય
(નિષેધવા યોગ્ય પદાર્થ) વિના કદી હોય નહિ.