સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૩
હવે, અમને સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય જેવી રીતે થયો છે
તે સ્વરૂપ તમને કહીએ છીએ, તે તમે રુચિપૂર્વક સાંભળો! તે
નિશ્ચય કરવાનો માર્ગ આ છે – ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે કે – ઉદ્દેશ,
લક્ષણનિર્દેશ અને પરીક્ષા એ પ્રમાણે વસ્તુનો નિર્ણય અનુક્રમથી
ત્રણ પ્રકારથી કરે છે. ત્યાં વસ્તનું નામમાત્ર કહેવું તે ઉદ્દેશ છે
તે તો પ્રથમ કહેવો જોઈએ, કારણ કે – નામ કહ્યા વિના કોનું
લક્ષણ કહી શકાય? માટે પહેલાં નામ જ કહેવા – શીખવા યોગ્ય
છે; પછી અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષ
રહિત લક્ષણ કે જેનાથી વસ્તુનું સ્વરૂપ જુદું ભાસી જાય, તેને
કહેવું વા જાણવું. કારણ કે – લક્ષણ કહ્યા વા જાણ્યા વિના પરીક્ષા
શા વડે કરાય? માટે નામ પછી લક્ષણ કહેવા વા જાણવા યોગ્ય
છે, ત્યાર પછી લક્ષણનો આશ્રય લઈને પરીક્ષા કરવી યોગ્ય છે,
ત્યાં વાદી – પ્રતિવાદી નાના પ્રકારની વિરુદ્ધ યુક્તિ કહે તેના
પ્રબલ વા શિથિલપણાનો નિશ્ચય કરવા અર્થે પ્રવર્તેલો જે વિચાર
તે પરીક્ષા છે. કારણ કે – એ પ્રમાણે પરીક્ષા વિના વસ્તુનું સાચું
સ્વરૂપ જાણવું વા યથાર્થ ત્યાગ – ગ્રહણ થતું નથી. લૌકિકમાં વા
શાસ્ત્રમાં એવી જ વસ્તુના વિવેચનની મર્યાદા છે. હવે તમારે
સર્વજ્ઞની સત્તા-અસત્તાનો નિશ્ચય કરવાનું આવ્યું, ત્યાં પ્રથમ તો
નામ જાણો, પછી અનેક મતોના આશ્રયે લક્ષણાદિક કરો. પછી
સર્વ મતોમાં કહેલાં જે લક્ષણ તેનો પરસ્પર નિર્ણય કરો તે પછી
તમને પ્રબલરૂપથી જે સાચું ભાસે તે ઉપર પાકો નિશ્ચય લાવવા
યોગ્ય છે, આ માર્ગ છે. જો કોઈ કહે કે – ‘સર્વજ્ઞ નથી’ તો તેના
કથનને તો પહેલાં જ જ્ઞાપકાનું પલંભહેતુને તો અસત્ય દર્શાવ્યો