૮૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
વચન તે હેતુ છે; જેમ કે – ‘આ પર્વતમાં ધૂમાડો જણાય છે માટે
આ પર્વત અગ્નિવાળો છે.’ વળી અલ્પજ્ઞાનવાળાને બે અંગ તો
એ તથા ઉદાહરણ, ઉપનય અને નિગમન એમાંથી એક, બે વા
ત્રણ શિષ્યના અનુરોધથી કહેવાં, ત્યાં જે સાધ્યને પોતે સાધન
આપી સાચો નિર્ણય ઇચ્છે તેનાં દ્રષ્ટાંતનાં વચન કહેવાં (એ)
૧અન્વય વા ૨વ્યતિરેકરૂપ બે ઉદાહરણ છે. જેમ કે – પર્વતને
અગ્નિવાળો સિદ્ધ કરવા માટે અગ્નિસહિત ધૂમાડાવાળા
રસોઈનાં ઘરનાં દ્રષ્ટાંતનું વચન કહેવું. વળી દ્રષ્ટાંતની
અપેક્ષાપૂર્વક સાધ્યનું વચન કહેવું તે ઉપનય છે. જેમ કે – આ
રસોઈ ધૂમાડાવાળી છે તેવો પર્વત પણ ધૂમ્રવાન છે. તથા
હેતુના આશ્રયે સાધ્યના નિશ્ચયનું વચન કહેવું તે નિગમન છે,
જેમ કે – આ પર્વત ધૂમ્રવાન છે માટે અગ્નિમાન છે જ, એ
પ્રમાણે હેતુપૂર્વક નિશ્ચયવચન કહેવું તે નિગમન છે. એ પ્રમાણે
તમને અનુમાનનું સ્વરૂપ વા ભેદ કહ્યા તેને જાણી તમારા
જ્ઞાનને અનુમાનરૂપ પ્રમાણ બનાવો.
૧. અન્વયદ્રષ્ટાંત = જે દ્રષ્ટાંતથી સાધનની હૈયાતિથી સાધ્યની હૈયાતિ
બતાવાય, તેને અન્વયદ્રષ્ટાંત કહે છે. દા.ત. જ્યાં જ્યાં ધૂમાડો
છે ત્યાં ત્યાં અગ્નિ છે, જેમ કે – રસોડું.
૨. વ્યતિરેક દ્રષ્ટાંત = જે દ્રષ્ટાંતથી સાધ્યના ન હોવાપણાથી સાધનનું
ન હોવાપણું બતાવાય તેને વ્યતિરેક દ્રષ્ટાંત કહે છે. દા.ત. જ્યાં
જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય, જેમ કે – તળાવ.
અહીં રસોડું તે અન્વયનો દાખલો છે ને તળાવ તે વ્યતિરેકનો
દાખલો છે.