Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 103
PDF/HTML Page 93 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૧
વળી, સાધ્ય તો માલુમ ન હોય પણ સાધન માલુમ
હોય, તેથી એ સાધનથી સાધ્યનો નિશ્ચય કરવો તે
અનુમાનપ્રમાણ છે. આ અનુમાનપ્રમાણના સ્વાર્થાનુમાન તથા
પરાર્થાનુમાનરૂપ બે ભેદ છે. ત્યાં પ્રમાણના અનુમાનરૂપ
પરિણમેલા જ્ઞાનનું નામ સ્વાર્થાનુમાન છે, તેનાં ત્રણ અંગ છે
ધર્મી, સાધ્ય અને સાધન. તેનું (આ ત્રણનું) જ્ઞાન થતાં
સ્વાર્થાનુમાન થાય છે. ત્યાં જે વસ્તુમાં સાધ્યપણું હોય તેને ધર્મી
કહે છે અને તે પ્રસિદ્ધ જ છે. વળી શક્ય, અભિપ્રેત અને
અપ્રસિદ્ધ એવા ત્રણ લક્ષણોને ધારણ કર્યા હોય તે સાધ્ય છે.
જે પ્રમાણતાનો નિર્ણય થવા યોગ્ય હોય તે શક્ય છે, જે
પ્રમાતાને ઇષ્ટ હોય તથા પ્રમાતાનો અંતરંગઅભિપ્રાય લગાવી
નિર્ણય કરવા યોગ્ય હોય તે અભિપ્રેત છે, તથા જે પ્રગટ ન
હોય તે અપ્રસિદ્ધ છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ જેમાં હોય તે
સાધ્ય છે. જેનાથી સાધ્યનું જ્ઞાન થાય અને અન્ય પ્રકારથી ન
થાય તે સાધન છે. ત્યાં પોતાના જ્ઞાનમાં સાધનના બળથી
ધર્મીમાં સાધ્યનો નિશ્ચય કરવો તે સ્વાર્થાનુમાન છે, તથા અન્યને
પોતાના વચન દ્વારા અનુમાનનું સ્વરૂપ કહેવું વા અનુમાન વડે
સિદ્ધ કરવા યોગ્ય વાક્ય અન્યને કહેવું, તે પરાર્થાનુમાન છે.
તેમાં પંડિતોના સંબંધમાં બે અંગ અંગીકાર કરવા યોગ્ય
છે, પ્રતિજ્ઞા અને હેતુ. ત્યાં સાધ્યસહિત ધર્મીનાં વચન છે તે
પ્રતિજ્ઞા છે. જેમ કે
‘આ પર્વત અગ્નિ સંયુક્ત છે, તથા જેનાથી
ધર્મીમાં સાધ્યનો દ્રઢ નિશ્ચય થઈ જાય એવાં જે સાધનનાં