૮૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
૧૬. સ્વરૂપસાધન વડે વસ્તુનો નિર્ણય કરવો; જેમ કે –
કોઈના પુત્રને સુંદર કપડાં – બહુ મૂલ્યવાન ઘરેણાં પહેરેલાં
જોઈને વા ઉદારતાપૂર્વક તેને ધન ખર્ચતો જોઈને, એવો નિશ્ચય
કરવો કે આ ભાગ્યવાન પિતાનો પુત્ર છે; તેને સ્વરૂપસાધનહેતુ
કહે છે.
૧૭. દ્રવ્યરૂપ સાધન વડે વસ્તુનો નિર્ણય કરવો, જેમ કે –
આ લાડુ બિલકુલ સારા નહિ હોય, કેમ કે તેમાં ખરાબ ચીની
(ખાંડ) પડી છે; તે દ્રવ્યરૂપ સાધન છે.
૧૮. ક્ષેત્ર દ્વારા વસ્તુનો નિશ્ચય કરવો, જેમ કે – ફલાણા
ઉત્તમક્ષેત્રમાં આ ધાન્ય ઉત્પન્ન થયું છે માટે આ ધાન્ય ઉત્તમ
છે, એ પ્રમાણે ક્ષેત્રરૂપ સાધન છે.
૧૯. કાલ દ્વારા વસ્તુનો નિર્ણય કરવો તે કાલરૂપ સાધન
છે. તથાઃ —
૨૦. ભાવ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવો તે ભાવરૂપ
સાધન છે.
એ પ્રમાણે સાધનોનું સ્વરૂપ કહ્યું, પણ તે અસિદ્ધ,
વિરુદ્ધ, અનૈકાન્તિક તથા અકિંચિત્કરરૂપ ચાર દૂષણોથી
(હેત્વાભાસ) રહિત હોય, કે જેથી સાધ્ય નિશ્ચયથી અવશ્ય સિદ્ધ
થાય જ અને જેના વિના ન જ સિદ્ધ થાય તે સાધન છે; તેનાથી
વિપરીત સાધન પતિતરૂપ (સદોષ) છે. એવાં (નિર્દોષ) સાધન
વા દ્રષ્ટાંત ગ્રહણ કરવાં તે તર્કપ્રમાણ છે.