સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૯
૧૧. અપાદાનને સાધન કરી સાધ્યનો નિશ્ચય કરવો;
જેમ કે – કોઈ લડાઈ કરીને ઘરે જતો હતો તેને દેખી નિશ્ચય
કરવો કે આ ઘરે જઈને લડશે, તેને અપાદાનરૂપહેતુ કહે છે.
૧૨. આધારને આધેયનો નિશ્ચય કરવો, જેમ કે – કોઈ
સારા ખેતરનું નામ સાંભળી તેમાં ઉત્પન્ન થવાવાળા ચોખાના
સારાપણાનો નિશ્ચય કરવો, ઇત્યાદિ તે આધારરૂપ સાધન છે.
૧૩. સંબંધને સાધન કરી નિશ્ચય કરવો તે સંબંધરૂપ
સાધન છે; જેમકે – ખરાબ સંબંધ દ્વારા એવો નિશ્ચય કરવો કે –
‘આ વસ્તુ ખાવા યોગ્ય નથી, વા આ પુરુષને ખરાબ મનુષ્યોનો
સંબંધ છે, તેથી આ વ્યસની છે’ ઇત્યાદિ સંબંધ સાધન છે.
૧૪. કાર્યની પ્રારંભરૂપ ક્રિયા દ્વારા કાર્યના ભલાપણા કે
બૂરાપણાનો નિશ્ચય કરવો; જેમ કે વીણા આદિની વાગવારૂપ
ક્રિયાથી ગાવારૂપકાર્યનો નિશ્ચય કરવો, તે ક્રિયારૂપ સાધન છે.
૧૫. સ્વામિરૂપ સાધન વડે વસ્તુનો નિર્ણય કરવો; જેમ
કે – મુનિરાજને જોકે ભોજનના શુદ્ધ – અશુદ્ધપણાનો નિશ્ચય નથી
આવ્યો તો પણ જૈનીશ્રાવકનું ઘર ઓળખી શ્રાવકના ઘરે આહાર
કરે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે – ભોજનની શુદ્ધતાનો નિર્ણય
કર્યા સિવાય મુનિ આહાર કેવી રીતે કરે? તેના ઉત્તર – દાન
દેનાર જૈની છે. હવે જેને જિનદેવનો નિશ્ચય છે તથા જિનદેવ
જ જેના સ્વામિ છે, તેને ત્યાં આહાર અશુદ્ધ ન હોય. એ પ્રમાણે
સ્વામિરૂપ સાધન છે.