૭૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
૫. સાધ્યની પછી થવાવાળા હેતુને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો; જેમ કે – રોહિણીનો ઉદય દેખી કૃતિકાનક્ષત્ર થઈ ગયાનો
નિશ્ચય કરવો, તે ઉત્તરહેતુ છે.
૬. જે સાધ્યની સાથેસાથે હોય તેને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો, જેમ કે – પ્રકાશને દેખી સૂર્યના ઉદયનો નિશ્ચય કરવો, તે
સહચરહેતુ છે.
૭. કર્તાના સાધનથી સાધ્યભૂતકાર્યનો નિશ્ચય કરવો; જેમ
કે – વગર ચાખ્યે લાડુના સારાપણાનો હલવાઈના નામથી નિશ્ચય
કરવો કે આ લાડુ ફલાણા કંદોઈના બનાવેલા છે માટે સારા
છે, તે કર્તારૂપહેતુ છે.
૮. કાર્યરૂપહેતુના સાધન વડે કર્તારૂપ સાધ્યનો નિશ્ચય
કરવો; જેમ કે – સારા કપડાના તાકાને જોઈ તેને વણવાવાળા
કારીગરનો નિશ્ચય કરવો, તે કાર્યરૂપહેતુ છે.
૯. કરણના સાધન વડે તે દ્વારા થવાવાળા કાર્યરૂપ
સાધ્યનો નિશ્ચય કરવો; જેમ કે – કોઈના બૂરા ભાવો જોઈને એમ
કહેવું કે ‘આ પુરુષ નર્કમાં જશે’, તે કરણરૂપહેતુ છે.
૧૦. સંપ્રદાનસાધન વડે નિશ્ચય કરવો તે સંપ્રદાનરૂપહેતુ
છે જેમ રસોઈ બનાવવાવાળા રસોઈયાને પૂછવું કે – આ રસોઈ
કોના માટે કઈ ક્રિયાથી બનાવો છો? ત્યારે તેણે કોઈ ક્રિયાને
બતાવી, તેથી આમ નિશ્ચય થવો કે – આ રસોઈ ઉજ્જ્વલતાથી
બની છે, તેનું નામ સંપ્રદાનહેતુ છે.