સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૭
જેના વડે સાધ્ય સિદ્ધ થાય પણ અન્ય બીજા પ્રકારથી
ન સધાય તેનું નામ સાધન છે, તેના અનેક ભેદ છે – ૧પરરૂપ,
૨સંયોગરૂપ, ૩લક્ષણરૂપ, ૪પૂર્વચરરૂપ, ૫ઉત્તરચરરૂપ,
૬સહચરરૂપ, ૭કર્તારૂપ, ૮કર્મરૂપ, ૯કરણરૂપ, ૧૦સંપ્રદાનરૂપ,
૧૧અપાદાનરૂપ, ૧૨અધિકરણરૂપ, ૧૩સંબંધરૂપ, ૧૪ક્રિયારૂપ,
૧૫સ્વામીરૂપ, ૧૬સ્વરૂપરૂપ, ૧૭દ્રવ્યરૂપ, ૧૮ક્ષેત્રરૂપ, ૧૯કાલરૂપ
તથા ૨૦ભાવરૂપ ઇત્યાદિ સાધનના ઘણા ભેદ છે. ત્યાં એટલાનું
તો કંઈક સ્વરૂપ લખીએ છીએ —
૧. ભિન્ન પરદ્રવ્યથી પરદ્રવ્યનો નિશ્ચય કરવો. જેમ કે –
મંદિરનાં ચિત્રો દેખી ‘આ મંદિર બંધાવવાવાળો ધણી રસીલો
હતો’ એવો નિશ્ચય કરવો; અહીં મંદિરથી તેના બંધાવવાવાળા
પુરુષનો નિશ્ચય થયો, તે પરરૂપહેતુ છે.
૨. એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ જે પરદ્રવ્ય, તેનાથી નિશ્ચય
કરવો તે સંયોગરૂપહેતુ છે; જેમ કે – કોઈ ખુશમૂર્તિને જોઈને
અંતરંગ પ્રસન્નતાનું જ્ઞાન થવું, તે સંયોગરૂપહેતુ છે.
૩. લક્ષણને જોઈ વસ્તુનો નિશ્ચય કરવો; જેમ કે –
ચેતનાલક્ષણને દેખી ચૈતન્યજીવનો નિશ્ચય કરવો, તે લક્ષણરૂપ
હેતુ છે.
૪. સાધ્યથી પ્રથમ થવારૂપ કર્મને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો તે પૂર્વચરહેતુ છે; જેમ કે – કૃતિકાનો ઉદય દેખી
રોહિણીનો નિશ્ચય કરવો, તે પૂર્વચરહેતુ છે.