Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 103
PDF/HTML Page 88 of 115

 

background image
૭૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
આગમથી સાંભળીને પછી અનુમાનથી નિશ્ચય કરવો યોગ્ય છે.
તે કેવી રીતે કરાય તે કહીએ છીએઃ
પ્રથમ તો પ્રમાતા,
પ્રમાણ, પ્રમેય, પ્રમિતિ એમનું સ્વરૂપ ઠીક કરીને
(બરાબર ઓળખીને લક્ષમાં લાવીને) તમારે સર્વજ્ઞનો નિર્ણય
કરવો ઇષ્ટ છે.
હવે તમે પ્રમાતા બનો, ત્યાં તેર પ્રમાણમાં પાંચ
ઇંદ્રિયજ્ઞાન તથા પાંચ પરોક્ષ પ્રમાણ એ દશ પ્રમાણ તો તમારે
છે. લૌકિકકાર્યોમાં તો તમે તેને યથાયોગ્ય ઠેકાણે જોડી કાર્યસિદ્ધ
કરી લ્યો છો, પણ હવે જો તમારે સર્વજ્ઞનો નિશ્ચય કરવો છે
તો અનુમાનપ્રમાણરૂપ પોતાના જ્ઞાનને બનાવો તથા તમે પ્રમાતા
બની તમારા પ્રમાણરૂપ જ્ઞાનને સર્વજ્ઞના નિર્ણય તરફ લગાવો,
કે જેથી સાચો નિર્ણય થાય. અહીં અનુમાનપ્રમાણથી સર્વજ્ઞનો
નિશ્ચય થાય છે તે અનુમાનપ્રમાણનું સ્વરૂપ સમજી પોતાના
જ્ઞાનને પ્રમાણરૂપ બનાવવું. ત્યાં પ્રથમ સાધ્ય
સાધનની વ્યાપ્તિનું
જ્ઞાન જે તર્કપ્રમાણ તે પહેલાં થવું જોઈએ, કારણ કેતે થતાં
જ સાચું અનુમાન થાય છે. હવે પહેલાં સાધનના સ્વરૂપનો
નિર્ણય કરવો જોઈએ. ત્યાં સાધનનું મૂળ સ્વરૂપ તો આ પ્રમાણે
છેઃ
૧. પ્રમાતા = જાણનાર આત્મા.
૨. પ્રમાણ = સાચું જ્ઞાન.
૩. પ્રમેય = જ્ઞેય, જણાવા યોગ્ય પદાર્થ.
૪. પ્રમિતિ = પ્રમાણનું ફળ.