સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૫
આગમપ્રમાણમાં તો સર્વજ્ઞવચનના આશ્રયથી વસ્તુનું સ્વરૂપ
જાણી લેવાનું હોય છે. પણ જિનમતમાં તો આવી આમ્નાય
નથી, જિનમતમાં તો આ આમ્નાય છે કે – વસ્તુનાં નામાદિક અને
લક્ષણાદિક તો આગમના શ્રવણ દ્વારા જ જાણે પછી
મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત – આગમપદાર્થાદિક તેના
સ્વરૂપને તો આગમથી જ સાંભળી પ્રતીતિમાં લાવે, તેનું તો
પ્રત્યક્ષ – અનુમાન દ્વારા નિર્ણયથી ‘આગમમાં લખ્યું છે’ એ સાચું
માનવું. હવે મૂળ પ્રયોજનભૂત રકમ જે અર્હંતસર્વજ્ઞ તેને (માત્ર)
આગમના સાંભળવાથી જ પ્રતીતિમાં લાવી જે સંતોષ માની લે
છે. તે પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે – અર્હંત
સર્વજ્ઞનો નિશ્ચય થવામાં (માત્ર) આગમપ્રમાણનો અધિકાર
નથી. કહ્યું છે કેઃ —
✽
प्रत्यक्षानुमानागमैः परीक्षणमत्र विचारः ।
(શ્લોકવાર્તિક પાનું – ૮ લીટી ૧૩.)
અર્થઃ — પ્રત્યક્ષ – અનુમાનના આશ્રય સહિત આગમમાં
લખેલી પ્રયોજનભૂત રકમની પરીક્ષા કરવી તેનું નામ વિચાર
છે. જે સર્વજ્ઞનું સ્વરૂપ છે તે તો મૂળ પ્રયોજનભૂત રકમ છે,
માટે પરીક્ષા કર્યા સિવાય કેવલ આગમના આશ્રયથી જ તેની
પ્રતીતિ કરતાં નિયમથી પ્રયોજનની સિદ્ધિ થાય નહિ. માટે જો
સર્વજ્ઞદેવનો નિશ્ચય કરવો છે તો પહેલાં તેનાં નામ – લક્ષણાદિક
✽અર્થ : — પ્રત્યક્ષ અનુમાન અને આગમ વડે પરીક્ષા કરવી, તેનું
નામ અત્રે વિચાર કહ્યો છે.