Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 74 of 103
PDF/HTML Page 86 of 115

 

background image
૭૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સાધનથી જ સિદ્ધ થશે પણ અન્ય પ્રકારથી નહિ સિદ્ધ થાય એવા
નિયમરૂપ સહચારીપણાને જાણવું, તેનું નામ તર્ક પ્રમાણ છે.
૧૨. ચાર દોષો રહિત સાધનથી સાધ્યને જાણવું; જ્યાં
સાધ્ય તો અસિદ્ધ હોયસાધનગમ્ય ન (થયું) હોયત્યાં
ગમ્યમાન સાધન જે તર્ક તેનાથી નિશ્ચય કર્યો હોય તે વડે
અસિદ્ધ
સાધ્યને જાણવું, તેનું નામ અનુમાનપ્રમાણ છે.
૧૩. પ્રત્યક્ષઅનુમાનઅગોચરવસ્તુનો કેવલીસર્વજ્ઞના
વચનઆશ્રયથી જ પદાર્થનો નિર્ણય કરવો, તે આગમપ્રમાણ છે.
ત્યાં આ સમય આ દુઃષમપંચમકાલમાં કેવલજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન તથા અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન તો આ ક્ષેત્રમાં
છે જ નહિ તથા પાંચ ઇંદ્રિયજ્ઞાનમાં સર્વજ્ઞનું સ્વરૂપ ગ્રહણમાં
આવતું નથી, માત્ર નેત્રથી તેમની પ્રતિમાજીનો વર્ણ વા આકાર
વા આસનાદિક તો દેખાય છે પણ (તેથી) જે સર્વજ્ઞનું
સત્તાસ્વરૂપ જ્ઞાન. તે તો નિયમથી જાણી શકાતું નથી, વળી
મનમાં સ્મૃતિપ્રમાણ તો ત્યારે થાય કે જ્યારે પૂર્વમાં જાણ્યું હોય
તો યાદ આવે, પણ જેને પૂર્વમાં તેનું જ્ઞાન જ ન થયું હોય તેને
સ્મૃતિપ્રમાણ કેવી રીતે ઉપજે? તથા આગળ
પ્રથમ જાણ્યું હોય
તેને વર્તમાનમાં સપક્ષવિપક્ષ દ્વારા જાણીને સદ્રશ
વિસદ્રશપણાનું જોડરૂપ જ્ઞાન થાય, પણ જેણે પૂર્વમાં સર્વજ્ઞ
જાણ્યા જ નથી, વર્તમાનમાં પણ જાણ્યા નથી તથા જોડરૂપજ્ઞાન
જેને થયું નથી, તેને પ્રત્યભિજ્ઞાન પણ કેવી રીતે થાય? વળી
૧. વિસદ્રશપણું = અસમાનપણું