સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૩
૪. મન અને પાંચે ઇંદ્રિયોથી જે જ્ઞાન થાય છે તેને
સાંવ્યવહારીકજ્ઞાન કહે છે, તે (જ્ઞાન), પુદ્ગલના અનંતાનંત
પરમાણુઓના ૧બાદર ૨સ્કંધને પોતપોતાના વિષયની મર્યાદા
સહિત એકકાળમાં એક જ્ઞેયને કિંચિત્ સ્પષ્ટરૂપ જાણે છે, ત્યાં
સ્પર્શનઇંદ્રિય તો પોતાના આઠ (સ્પર્શરૂપ) વિષયોને જાણે છે.
૫. રસના ઇંદ્રિય, પાંચ રસોને જાણે છે.
૬. ઘ્રાણઇંદ્રિય, સુગંધ – દુર્ગંધરૂપ જે બે પ્રકારના ગંધ છે
તેને જાણે છે.
૭. નેત્રઇંદ્રિય, પાંચ પ્રકારના વર્ણોને જાણે છે.
૮. શ્રોત્ર (કર્ણ) ઇંદ્રિય, સાતપ્રકારના સ્વરોને જાણે છે.
૯. હવે પાંચ
૩પરોક્ષ (જ્ઞાન)ના ભેદોને કહે છે, ત્યાં
પૂર્વમાં જાણેલી વસ્તુ યાદ આવવી તે સ્મૃતિજ્ઞાન છે.
૧૦. પૂર્વમાં જાણેલી વસ્તુનું વર્તમાનમાં જાણેલા જ્ઞેયથી
બંને કાળના ૪સદ્રશપણાપૂર્વક જોડરૂપ જે જ્ઞાન થવું તેનું નામ
પ્રત્યભિજ્ઞાન છે.
૧૧. સાધ્ય – સાધનની વ્યાપ્તિ અર્થાત્ આ સાધ્ય, આ
૧. બાદર = સ્થૂળ.
૨. સ્કંધ = પરમાણુનો જથ્થો.
૩. પરોક્ષજ્ઞાન = જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે.
૪. સદ્રશપણું = સમાનપણું, સરખાપણું.