૭૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
વળી લૌકિકકાર્યોમાં પણ જ્યાં સંશય આદિ ત્રણે જ્ઞાન
આવે છે ત્યાં લૌકિકકાર્યને પણ બગાડે જ છે, માટે જો તમારો
સર્વજ્ઞની સત્તા આદિના સાચા નિર્ણયનો અભિપ્રાય છે તો તમારા
જ્ઞાનમાંથી એ ત્રણે દોષોને દૂર કરી પોતાના જ્ઞાનને પ્રમાણરૂપ
કરો. ત્યારે તે કહે છે કે – ત્રણદોષ રહિત પ્રમાણજ્ઞાનના કેટલા
ભેદ છે, વા અમને કયું જ્ઞાન થવા યોગ્ય છે, વા આ પ્રકરણમાં
કયા ભેદનું પ્રયોજન પડશે? તે કહો. તેનો ઉત્તર —
પ્રમાણજ્ઞાનના ૧૩ ભેદ છે, કેવલજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન,
અવધિજ્ઞાન, સ્પર્શન – રસના – ઘાણ – ચક્ષુ અને શ્રોત્રજ્ઞાન,
સ્મૃતિજ્ઞાન, પ્રત્યભિજ્ઞાન, તર્કજ્ઞાન, અનુમાનજ્ઞાન અને
આગમજ્ઞાન આદિ, ત્યારે તે કહે છે કે – તેનું સ્વરૂપ શું છે? તે
સામાન્યરૂપથી અહીં કહેવામાં આવે છે તથા વિશેષરૂપથી
પ્રમાણનિર્ણયમાં લખીશું.
૧. ત્યાં લોકમાં રહેલાં જે સર્વ દ્રવ્યો વા અલોકાકાશ
તેમનાં ત્રિકાલવર્તી અનંત ગુણપર્યાયો સહિત એક કાલમાં
યથાવત્ જાણે, તેનું નામ કેવળજ્ઞાન છે.
૨. સરળરૂપ વા વક્રરૂપ ચિંત્વન કરતા જીવના ચિંતવનને
જાણે, તે જ્ઞાનનું નામ મનઃપર્યયજ્ઞાન છે.
૩. મૂર્તિક પુદ્ગલોના સ્કંધને વા સૂક્ષ્મપરમાણુઓને એક
કાળમાં એક જ્ઞેયને તેના (જ્ઞેયના) દ્રવ્ય, ક્ષેત્ર, કાલની
મર્યાદાસહિત સ્પષ્ટ જાણે, તેનું નામ અવધિજ્ઞાન છે.