Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 71 of 103
PDF/HTML Page 83 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૧
શું મિથ્યા જ છે? તેનો ઉત્તર શ્રી શ્લોકવાર્તિકજીમાં આ પ્રમાણે
કહ્યો છે કે
‘मिथ्याज्ञानं प्रमाणं न सम्यगित्यधिकारतः’ ।।३८।।
(પ્ર. અ. પાનું ૧૭૦)
મિથ્યાજ્ઞાન તો સર્વથા પ્રમાણરૂપ છે જ નહિ, કારણ કે
શાસ્ત્રોમાં તો સમ્યગ્જ્ઞાનની જ પ્રમાણતા કહી છે. ત્યાં જે
પ્રકરણમાં જે જાતિના જ્ઞેયના જ્ઞાનને બાધા ન લાગે તે પ્રમાણના
પ્રકરણમાં તે પ્રકારથી તે જ્ઞેયના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન જ કહીએ
છીએ. કારણ કે મિથ્યાજ્ઞાનથી તો કાર્ય સિદ્ધિ થતી નથી, કારણ
કે
એકેંદ્રિયાદિથી પંચેંદ્રિય સુધી સર્વ જીવોને પોતપોતાના ઇષ્ટના
સાધકરૂપ સમ્યગ્જ્ઞાન હોય છે, માટે કેવલજ્ઞાન વિના સર્વ જ્ઞાન
મિથ્યા જ છે, એમ કહેવું યોગ્ય નથી. પોતપોતાના પ્રકરણમાં
પોતપોતાના જ્ઞેયસંબંધિ સાચા જાણપણાનું અલ્પ વા વિશેષ જ્ઞાન
સર્વને હોય છે, કારણ કે
લૌકિકકાર્ય તો બધાય જીવો યથાર્થ
જ કરે છે, તેથી લૌકિકસમ્યગ્જ્ઞાન તો સર્વ જીવોને થોડું વા ઘણું
બની જ રહ્યું છે પણ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત
આગમ આદિ પદાર્થો, તેનું સાચું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય
છે તથા સર્વ જ્ઞેયનું જ્ઞાન કેવલીભગવાનને જ છે, એમ જાણવું.
અર્થ :સમ્યગ્જ્ઞાન પ્રમાણ છે એવો (શાસ્ત્રમાં) અધિકાર
હોવાથી મિથ્યાજ્ઞાન જ પ્રમાણ નથી. (એમ સિદ્ધ થાય છે.
કેવળજ્ઞાન સિવાય અન્યજ્ઞાન અપ્રમાણ છે, એમ નથી.)