૭૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જે જ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ અયથાર્થ ભાસે તે જ્ઞાનનું
નામ જ અપ્રમાણજ્ઞાન છે, તેના ત્રણ ભેદ છે. સંશય, વિપર્યય
અને અનધ્યવસાય. ત્યાં વસ્તુનો નિર્ણય કરવામાં સાચા લક્ષણનો
આશ્રય તો ન આવે અને ૧સપક્ષ તથા ૨પરપક્ષમાં ૩નિયત જે
૪સાધારણધર્મ તેના આશ્રયથી નિર્ણય કરે, તો ત્યાં બંને પક્ષ
પ્રબલ ભાસે ત્યારે શિખિલ અર્થાંકિત થઈ બેતરફી જ્ઞાનનું રહેવું
તેનું નામ સંશયજ્ઞાન છે. વળી વિપરીત એટલે ઉલટા લક્ષણના
આશ્રયથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો અર્થાત્ અન્યથા
ગુણોમાં યથાર્થબુદ્ધિ કરવી તેનું નામ વિપર્યયજ્ઞાન છે. તથા જ્ઞેય,
જ્ઞાનમાં તો આવે પણ પછી અભિપ્રાય, સ્વરૂપ ઇત્યાદિનો
નિર્ણય ન કરવો તેનું નામ અનધ્યવસાયજ્ઞાન છે. એવા
દોષસહિત જ્ઞાન વડે વસ્તુના સાચા સ્વરૂપનો નિશ્ચય ન થાય.
ત્યારે તે કહે છે કે – સર્વ વસ્તુઓનું સાચું સ્વરૂપ તો
કેવલજ્ઞાન વિના સર્વથા ન ભાસે, તો કેવલી વિના બધાનું જ્ઞાન
૧. સપક્ષ = જ્યાં સાધ્ય રહેવાનો નિશ્ચય હોય તેને સપક્ષ કહે છે.
દા.ત. લીલા બળતણથી મળેલી અગ્નિવાળું રસોઈઘર (જ્યાં
સાધ્ય ધૂમાડો હોવાની ચોક્કસતા છે).
૨. વિપક્ષ = જ્યાં સાધ્ય ન હોવાનો નિશ્ચય હોય. દા.ત. અગ્નિથી
તપેલો લોઢાનો ગોળો (જ્યાં સાધ્ય ધૂમાડો ન હોવાનો
નિશ્ચય છે.)
૩. નિયત = રહેનાર.
૪. સાધારણધર્મ = સપક્ષ અને વિપક્ષ બન્નેમાં રહેનાર.