સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૯
અમને પણ દર્શાવો. જ્યારે અમને અસ્તિત્વનો સાચો નિશ્ચય
થઈ જશે ત્યારે અમે શા માટે પરસંબંધિજ્ઞાપકાનુપલંભ નામના
હેતુને સાચો માનીશું? એ તો સહજ જ પોતાની મેળે જૂઠ થઈ
જશે.’ ત્યારે તેને કહીએ છીએ કેઃ – જો તમને સર્વજ્ઞના
અસ્તિત્વનો નિશ્ચય કરવાની અભિલાષા છે, તો તમને જે
અપ્રમાણનાં ચશ્મા લાગી રહ્યાં છે તેને ઉતારીને પ્રમાણનાં ચશ્મા
લગાવો; કારણ કે – અપ્રમાણજ્ઞાનમાં વસ્તુનો સાચો નિર્ણય
સર્વથા થાય જ નહિ પણ પ્રમાણજ્ઞાનથી જ યથાર્થનિર્ણય થવો
કહ્યો છે, શાસ્ત્રમાં એ જ કહ્યું છે કેઃ —
✽
‘प्रमाणादिष्टसंसिद्धिरन्यथातिप्रसंगतः ।
(પ્રમાણપરીક્ષા પાનું – ૬૩)
અર્થાત્ – પ્રમાણથી જ પોતાના ઇષ્ટની ભલા પ્રકારથી
સિદ્ધિ થાય છે. તથા જો એમ ન માનીએ તો પ્રમાણ અને
અપ્રમાણનો વિભાગ ન રહે અને તેથી સર્વને ઇષ્ટની સાચી
સિદ્ધિ થવાથી અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) નામનો દોષ આવે,
માટે વસ્તુની સાચી સિદ્ધિ પ્રમાણથી જ થવી માની અપ્રમાણનાં
ચશ્મા દૂર કરવા યોગ્ય છે. ત્યારે તેણે કહ્યું કે – મને
અપ્રમાણજ્ઞાનનું સ્વરૂપ બતાવો કે જેને જાણીને હું દૂર કરું!
ત્યારે તેને ઉત્તર આપીએ છીએ કે —
✽અર્થ : — પ્રમાણથી જ ઇષ્ટની ભલા પ્રકારે સિદ્ધિ થાય છે.
બીજી રીતે અનિષ્ટની પણ સિદ્ધિ થવાથી અતિપ્રસંગે દોષ
આવશે.