Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 68 of 103
PDF/HTML Page 80 of 115

 

background image
૬૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
છે કે‘હું સર્વના ચિત્તનો નિર્ણય કરીને કહું છું’ ત્યાં અમે
કહીએ છીએ કેજે સર્વના ચિત્તને જાણે તે જ સર્વજ્ઞ, તો તમે
સર્વના ચિત્તને જાણ્યું!
હવે તમારી સર્વના ચિત્તને જાણવાની શક્તિની પરીક્ષા
કરી લઈશું. જો તમે દૂરક્ષેત્રની તથા ઘણા કાળની જો તમે દેખ્યા
વગરની સ્થૂલ વાત પણ બતાવી દેશો, તો તમારું સર્વના ચિત્તનું
જાણવાપણું સાચું માની લેશું. જો તમારાથી દૂર ક્ષેત્રની તથા
ઘણા કાળની વાત બતાવી શકાતી નથી તો તમને સર્વના ચિત્તનું
જ્ઞાન થયું છે, એમ કેવી રીતે માનીએ? અને જો થયું છે તો
તમારો સર્વસંબંધિજ્ઞાપકાનુલંભ નામનો હેતુ તો સદોષ થયો.
કહ્યું છે કે
सर्वसम्बंधि तद्बोद्धं किंचिद्बोधैर्न शक्यते
सर्वबोद्धास्तिचेत्कश्चित्तदवोद्धा किं निषिध्यते ।।१५।।
(શ્લોકવાર્તિક પ્ર. અ. પાનું૧૪)
એ પ્રમાણે તમારા સર્વ સંબંધિજ્ઞાપકાનુપલંભ નામના
હેતુને જૂઠ ઠરાવ્યો. ત્યારે તે કહે છે કે‘એ તો જાણ્યું, પરંતુ
પરસંબંધિજ્ઞાપકાનુપલંભ તો ત્યારે જૂઠા થાય કે જ્યારે તમને જે
પ્રકારના પ્રમાણ દ્વારા સર્વજ્ઞનું અસ્તિત્વ ભાસ્યું છે, તે પ્રકારથી
અર્થ :જો સર્વજ્ઞના અસ્તિત્વને જણાવનારું પ્રમાણ સર્વને પ્રાપ્ત
નથી, એમ કહો તો તે સર્વ સંબંધી જાણવું. અલ્પજ્ઞાનથી થઈ શકે
નહિ; અને જો તે સર્વ સંબંધી જાણવું થઈ શકે, તો પછી કોઈ સર્વજ્ઞ
હોઈ શકે એ વાતનો નિષેધ કેમ કરવામાં આવે છે?