સાચી રહી જાશે તો એમાં મતપક્ષરૂપ પરસ્પર વ્યાઘાત થશે,
તથા જો ન્યાયમાં પ્રમાણ દ્વારા તેનાથી સિદ્ધ ન કરવામાં આવે
તો અમારી સિદ્ધિ જૂઠ્ઠી પડી. માટે અમને જેમ (તેની સિદ્ધિ)
ભાસી છે તેવી તમને પ્રમાણ દ્વારા સિદ્ધ કરાવી આપશું, ત્યારે
તમારો પરસંબંધિ જ્ઞાપકાનુપલંભ નામનો હેતુ સર્વજ્ઞની નાસ્તિ
સાધવામાં જૂઠો પડ્યો. માટે તમારે પરની અપેક્ષાએ સર્વજ્ઞની
નાસ્તિ માનવી યોગ્ય નથી. એ જ વાત શ્રી શ્લોકવાર્તિકજીમાં
કહી છે. યથાઃ
સર્વજ્ઞની નાસ્તિ કહીએ છીએ’ તેને પૂછીએ છીએ કે
આપવામાં આવે તો તારાથી અન્ય વ્યક્તિ તો હું પણ છું કે જેને
સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ ઉપલબ્ધ છે. એ રીતે અન્ય
વ્યક્તિઓની માન્યતામાં પરસ્પર વ્યાઘાત થતો હોવાથી અન્ય
વ્યક્તિની માન્યતા દ્વારા પણ સર્વજ્ઞનો અભાવ થતો નથી.