છે જ. તે જ પ્રમાણે તમને સર્વજ્ઞને દેખવાનો ઉપાય તો ન
ભાસ્યો વા સર્વજ્ઞ ન દેખ્યા તો તમે અજ્ઞાની છો, તમને ન
ભાસવાથી કાંઈ સર્વજ્ઞનો અભાવ તો કહી શકાય નહિ. સર્વજ્ઞ તો
છે જ. એ પ્રમાણે શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે. યથાઃ
ભાસ્યો વા તેણે સર્વજ્ઞ ન દીઠા, તેથી એ પરની અપેક્ષાએ
સર્વજ્ઞની નાસ્તિ કહે છે. ત્યાં તેને પૂછીએ છીએ કે
સર્વજ્ઞને જાણવાના ઉપાયરૂપ જ્ઞાન ભાસ્યું છે તેનાથી સર્વજ્ઞને
અમે જાણ્યા છે, તેથી તમે પરઅપેક્ષાએ સર્વજ્ઞની નાસ્તિ કેવી
રીતે કહો છો? કારણ કે અમે તમને તમારા વચનથી સર્વજ્ઞનો
આસ્તિક્યતારૂપ નિર્ણય કરાવી આપશું અને ફરી તમે
જળની (ચોક્કસ) ઘટસંખ્યા જે તને પોતાને અજ્ઞાત હોવા છતાં
વિદ્યમાન છે, તેની સાથે વ્યભિચાર આવે છે.