નાસ્તિ કહો છો? કે અન્યમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? કે
સર્વ મતવાળાઓમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? ત્યારે તે કહે
છે કે
તમને ન ભાસે તે બધાની નાસ્તિ કહો ત્યારે તો તમારો હેતુ
સિદ્ધ થાય ત્યાં સમુદ્રમાં જળ કેટલા ઘડા પ્રમાણ છે?’ હવે એ
ઘડાની ગણત્રી તમારા જ્ઞાનમાં તો આવી નથી, પરંતુ સમુદ્રમાં
જળ તો સંખ્યાની મર્યાદાસહિત અવશ્ય છે, તથા તમારાથી ઘણા
ચતુર વા જ્ઞાનીના જ્ઞાનમાં એ સમુદ્રના જળની પ્રમાણતા આવી
જ હશે કે ‘આમાં આટલા ઘડાપ્રમાણ જળ છે.’ હવે એ પ્રકારે
તો તમારામાં સ્વસંબંધી જ્ઞાપકાનુપલંભ નામનો હેતુવ્યભિચાર
આવ્યો.
અસ્તિત્ત્વને જણાવનારું કોઈ પ્રમાણ પ્રાપ્ત નહિ હોવાથી સર્વજ્ઞ
પણ નથી, આમ માનવું તે અંધકારના સમૂહનો ફેલાવ છે.