૬૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
એ પ્રમાણે પોતાને પ્રથમ સ્વરૂપનિશ્ચય થયો હોય તો
પ્રતિપક્ષીને સમજાવવાનું બળ રહે તથા પોતાની
આસ્તિક્યબુદ્ધિ પણ ટકી રહે. પણ જો એ પ્રમાણે ન હોય
તો ૧પ્રતિપક્ષીની યુક્તિનું ખંડન પણ ન કરી શકાય તથા
(પોતાને) સંશયાદિક કાયમ રહે ત્યારે તેને આસ્તિક્યતા ક્યાં
રહી? માટે પહેલાં ઉપરની વાતો દ્વારા અવશ્ય નિર્ણય કરવો
એ જ ધર્મનું મૂળ છે.
હવે, એ વડે અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કેવી રીતે કરી
શકાય તેનો ઉપાય દર્શાવીએ છીએઃ — ત્યાં પ્રથમ જ સત્તા
નિશ્ચય જો ‘અર્હંતદેવ છે જ’ એવો નિશ્ચય થવાનો પ્રબંધ આ
પ્રમાણે કરીએ છીએઃ — કોઈ વાદી કહે વા પોતાના મનમાં
જ સંશય ઉપજી આવે કે – તમે સર્વજ્ઞ કહો છો પણ એ જ
સર્વજ્ઞ જ નથી. તેનો ઉત્તર — જો તમે સર્વજ્ઞની નાસ્તિ કહો
છો તો શા ઉપરથી કહો છો? ત્યારે તે કહે છે કે – હું સર્વજ્ઞને
શા ઉપરથી જાણું, કોઈ એવું પ્રમાણ ભાસતું નથી કે જેથી
સર્વજ્ઞ જાણી શકાય. માટે નિશ્ચય વિના વસ્તુનું સંસ્થાપન કરવું
તે આકાશના ફૂલ સમાન છે. તેનો ઉત્તર – તેમને અજ્ઞાન
અંધકારનો સમૂહ ફેલાયેલો છે, જેથી પ્રમાણથી સિદ્ધ જે સર્વજ્ઞ
તે પણ તમને ન ભાસ્યા અને તમે (એકાએક) ૨નાસ્તિકપણાનું
વચન કહ્યું. એ જ શ્રી શ્લોકવાર્તિકમાં કહ્યું છે. યથાઃ —
૧. પ્રતિપક્ષી = વિરુદ્ધ અભિપ્રાયવાળા.
૨. નાસ્તિકપણું = સર્વજ્ઞનું ન માનવાપણું.