સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૩
જૈનાભાસોમાં વા અન્ય પણ જેટલા મતો છે તેમાં એવા
સર્વજ્ઞદેવ કયા મતમાં હોય છે? એવો સત્ય સ્થાનનિર્ણય
કરવો તે સ્થાનનિર્ણય છે.
૪. એવા સત્યદેવને સેવન કરવાથી કયા ફળની પ્રાપ્તિ
થશે? તેનો નિર્ણય કરવો તે ફળનિશ્ચય છે.
૫. વળી એવા દેવનો નિશ્ચય કઈ જાતિના જ્ઞાનથી થશે?
તેનો નિર્ણય કરવો તે પ્રમાણનિશ્ચય છે.
૬. તથા ભગવાનનાં એકહજાર આઠ નામ છે તે કયા
નયની વિવક્ષાથી કહ્યાં છે? તેનો નિશ્ચય કરવો તે નયનિશ્ચય છે.
૭. ભાવનાની અપેક્ષા કરીએ કે તેમની પ્રતિમાનાં દર્શન
આદિ શા માટે કરવામાં આવે છે – ક્યા પ્રયોજનથી કરવામાં
આવે છે? તેનો નિશ્ચય કરવો તે (નિક્ષેપ) સંસ્થાપનાનિશ્ચય
છે.
૮. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને
દ્રવ્યાનુયોગનું સ્વરૂપ ક્યાં ક્યાં રહ્યું છે? તેનો નિશ્ચય કરવો તે
અનુયોગનિશ્ચય છે.
૯. મૂળ ભાવોથી પ્રતિમાજીનો આકાર નાનો – મોટો શા
માટે હોય છે? તેનો નિશ્ચય કરવો તે આકારનિશ્ચય છે તથાઃ —
૧૦. મૂળ ભાવોની અપેક્ષાએ પ્રતિમાજીનો વર્ણ અને
અનેક પ્રકારની કાય કેવી હોય છે? તેનો વિચાર કરવો તે
વર્ણનિશ્ચય છે.