Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 103
PDF/HTML Page 74 of 115

 

background image
૬૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જશે. વળી જે કુલાદિ પ્રવૃત્તિ વડે, પંચાયતપદ્ધતિથી, રોગાદિ
મટાડવા અર્થે અવિનયાદિરૂપ અયથાર્થ પ્રવર્તે છે વા
લૌકિકપ્રયોજનની વાંછા પૂર્વક યથાર્થ કે અયથાર્થ પ્રવર્તે છે
અને (ઉપરથી) આત્મકલ્યાણનું સમર્થન કરે છે, તેને તો
પાપબંધ જ થાય છે. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે
તો આ દશ વાતો દ્વારા નિર્ણય કરીને જે સાચા દેવ ભાસે
તેમના, આસ્તિક્યતા લાવી સેવક થવું યોગ્ય છે. એ દશ
વાતો કઈ છે તે કહીએ છીએ
સત્તા, સ્વરૂપ, સ્થાન,
ફળ, પ્રમાણ, નય, નિક્ષેપસંસ્થાપના, અનુયોગ,
આકારભેદ અને ૧૦વર્ણભેદ. હવે તેનું સામાન્ય સ્વરૂપ
કહીએ છીએઃ
૧. અન્ય કોઈ કહે કે અર્હંતદેવ નથી વા પોતાના
દિલમાં જ એવો સંદેહ ઊપજી આવે, તો યુક્તિ આદિથી વા
અન્યના ઉપદેશ આદિથી અર્હંતદેવના અસ્તિત્વની આસ્થા
લાવવાનું બળ પોતાના ચિત્તમાં પ્રાપ્ત થવું અથવા અર્હંતના
અસ્તિત્વની સ્પષ્ટ ભાવના થઈ જવી, તેનું નામ સત્તાનિશ્ચય
છે.
૨. અર્હંતદેવનું બાહ્યઅભ્યંતર સ્વરૂપ જેવું છે તેવો
જ તેનો સાચો નિશ્ચય થવો, તેનું નામ સ્વરૂપનિશ્ચય છે.
૩. વળી સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, નાસ્તિક,
મીમાંસક, ચાર્વાક અને જૈન એ મતોમાં વા વર્તમાનકાળમાં
શ્વેતામ્બર, રક્તામ્બર, પીતામ્બર, ઢુંઢિયા અને સંવેગી આદિ