તમને રત્નત્રયનું સાધન નથી થયું, તેથી
કાર્ય તો કરો છો જ પણ તેમાં આટલું વિશેષ કરવું કે
કરી દર્શનાદિક કરો. જેમાં ચિત્ત પણ સારી રીતે સ્થિર થાય,
સુખ પણ વર્તમાનમાં ઉપજે તથા આસ્થા પણ કાયમ રહે
ત્યારે પોતે અન્યનો ચલિત કર્યો ચલિત થાય નહિ. માટે
સર્વથી પ્રથમ અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું, એ
જ શ્રીગુરુની મૂળ શિક્ષા છે.
સ્વાનુભવ વડે નિર્ણય કરીને જૈની થશે તે જ મોક્ષમાર્ગરૂપ
સાચું ફળ પામશે તથા સાતિશય પુણ્યબંધ કરશે. તથા જે આ
વાતો દ્વારા નિર્ણય તો નહિ કરે અને કુલક્રમથી, વ્યવહારરૂપ
વા બાહ્યગુણોના આશ્રયથી, શાસ્ત્રોથી સાંભળીને તેનાથી
પોતાનું ભલું થવું જાણીને તથા પંચાયત સંબંધના આશ્રયથી
તેમનો સેવક થઈ અજ્ઞાનવિનયાદિરૂપ પ્રવર્તશે, તેને સાચું
નિશ્ચયસ્વરૂપ ફળ તો આવશે નહિ પણ માત્ર પુણ્યબંધ થઈ