૬૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
પ્રવર્તે છે અને આત્મહિતના મૂળ આધારભૂત જે અર્હંતદેવ,
તેનો નિર્ણય કર્યા વિના જ તમે પ્રવર્તો છો એ મોટું આશ્ચર્ય
છે! વળી તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ ભાગ્યથી
પ્રાપ્ત થયું છે માટે તમે આ અવસરને વૃથા ન ગુમાવો.
આળસ આદિ છોડી તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી
તમને વસ્તુનું સ્વરૂપ, જીવાદિકનું સ્વરૂપ, સ્વ – પરનું
૧ભેદવિજ્ઞાન, આત્માનું સ્વરૂપ, હેય – ઉપાદેય અને શુભ –
અશુભ શુદ્ધ અવસ્થારૂપ પોતાના પદ – અપદનું સ્વરૂપ એ
બધાનું સર્વ પ્રકારથી યથાર્થજ્ઞાન થાય. માટે સર્વ મનોરથ સિદ્ધ
થવાનો ઉપાય જે અર્હંતસર્વજ્ઞનું યથાર્થજ્ઞાન જે પ્રકારથી થાય
તે પ્રથમ કરવા યોગ્ય છે. કહ્યું છે કેઃ —
✽
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्यत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्य लयं ।।८०।।
અર્થ : — જે દ્રવ્ય – ગુણ – પર્યાયો વડે અર્હંતને જાણે છે
તે જ આત્માને યથાર્થ જાણે છે અને તેના જ મોહનો નાશ થાય
છે. કારણ કે – જે અર્હંતનું સ્વરૂપ છે તે જ પોતાનું સ્વરૂપ છે
પણ વિશેષતા એટલી છે, કે તેઓ પહેલા અશુદ્ધ હતા અને
૧. ભેદવિજ્ઞાન = આત્મા અને જડની જુદાઈનું ભાન.
✽અર્થ : — જે જીવ અર્હંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે ને
પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે; અને તેનો
મોહ ખરેખર નાશ પામે છે.