Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 103
PDF/HTML Page 71 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૯
सर्वः प्रेप्सति सत्सुखाप्तिमचिरात् सा सर्वकर्मक्षयात्
सद्वृतात्स च तच्च बोधनियतं सोप्यागमात् स श्रुतेः ।।
सा चाप्तात् स च सर्वदोषरहितो रागादयस्तेऽप्यत्
स्तं युक्त्या सुविचार्य सर्वसुखदं सन्तः श्रयन्तु श्रियै ।।।।
(આત્માનુશાસન)
એ પ્રમાણે રાગાદિ સર્વ દોષરહિત જે આપ્ત, તેનું
નિશ્ચયપણું જ્ઞાનમાં કરવું. ત્યાં તે તો અજ્ઞાનરાગાદિ
દોષરહિત છે જ, પ્રતિમા પણ તેમની જ છે વા શાસ્ત્રોમાં
નિર્બાધરૂપથી તેમનું સ્વરૂપ લખ્યું છે જ પણ હવે જેનો ઉપદેશ
સાંભળીએ છીએ, જેના કહેલા માર્ગ ઉપર ચાલીએ છીએ, વા
જેની સેવા, પૂજા આસ્તિક્યતા, જાપ, સ્મરણ, સ્તોત્ર,
નમસ્કાર અને ધ્યાન કરીએ છીએ એવા જે અર્હંતસર્વજ્ઞ,
તેમનું પ્રથમ પોતાના જ્ઞાનમાં સ્વરૂપ તો ભાસ્યું જ નથી, તો
તમે નિશ્ચય કર્યા વિના કોનું સેવન કરો છો? લોકમાં પણ
આ પ્રમાણે છે કે અત્યંત નિષ્પ્રયોજન વાતનો પણ નિર્ણય કરી
અર્થઃસર્વ જીવો ભલા સુખની પ્રાપ્તિને ઇચ્છે છે; તે પ્રાપ્તિ
સર્વ કર્મના ક્ષયથી થાય છે, સર્વ કર્મનો ક્ષય ચારિત્રથી થાય છે;
ચારિત્ર જ્ઞાનમાં નિયત છે; જ્ઞાન આગમથી થાય છે; આગમ
યથાર્થ ઉપદેશમાંથી પ્રવર્તે છે; યથાર્થ ઉપદેશ આપ્તપુરુષ દ્વારા
હોય છે; અને આપ્ત રાગાદિ સર્વ દોષથી રહિત છે, માટે
સત્પુરુષો તે સર્વ સુખના દાતા આપ્તને યુક્તિથી ભલી રીતે
વિચારીને કલ્યાણને માટે તેનો આશ્રય કરો.