Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 58 of 103
PDF/HTML Page 70 of 115

 

background image
૫૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
નિકટ દર્શનપૂજન ઇત્યાદિનું કરવું, તથા ભક્તિરૂપ વા
આસ્તિક્યતારૂપ પરિણામોનું થવું, ઇત્યાદિ ઉત્તરોત્તર મહાદુર્લભ
છે; છતાં આ કાળમાં પણ મહાભાગ્યના ઉદયથી એ બધી વાતો
પ્રાપ્ત થઈ છે.
પણ હવે તમને પૂછીએ છીએ કેતમે હમેશાં મંદિરમાં
આવો છો ત્યાં તમે મંદિરમાં જે પ્રતિમાજી બિરાજે છે, તેને
જ દેવ જાણી સંતુષ્ટ થઈ રહ્યા છો કે તમને પ્રતિમાજીનો
નાનો
મોટો આકાર, વર્ણ વા પદ્માસનકાર્યોત્સર્ગાસન આદિ
જ દેખાય છે, કે જેની આ પ્રતિમા છે તેનું પણ (કાંઈ)
સ્વરૂપ ભાસ્યું છે? તે તમે તમારા ચિત્તમાં વિચારી જુઓ.
જો નથી ભાસ્યું તો જ્ઞાન વિના કોનું સેવન કરો છો? તેથી
તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ
કારણ જે ‘આપ્ત’ તેનો સાચો સ્વરૂપનિર્ણય કરી જ્ઞાનમાં
લાવો. કારણ કે
સર્વ જીવોને સુખ પ્રિય છે, સુખ કર્મોના
નાશથી થાય છે, કર્મનો નાશ સમ્યક્ચારિત્રથી થાય છે,
સમ્યક્ચારિત્ર, સમ્યગ્દર્શન
જ્ઞાનપૂર્વક થાય છે, સમ્યગ્જ્ઞાન
આગમથી થાય છે, આગમ કોઈ વીતરાગપુરુષની વાણીથી
ઉપજે છે અને એ વાણી કોઈ વીતરાગપુરુષના આશ્રયે છે,
માટે જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું
મૂળકારણ જે આપ્તઅર્હંત સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે
સર્વથી પ્રથમ નિર્ણય કરી (તેમનો) આશ્રય લેવો યોગ્ય છે.
કહ્યું છે કેઃ