Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 57 of 103
PDF/HTML Page 69 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૭
જિનમતમાં આગમઆશ્રયહેતુ અને સ્વાનુભવ વિના, કઈ
અપેક્ષા અબાધ વા સબાધ છે એવો નિર્ણય કરતો નથી. તથા
કોઈ જીવ, બાહ્યગુણોથી (માત્ર) વ્યવહારરૂપ વસ્તુનો યુક્તિપૂર્વક
નિર્ણય પણ કરી લે છે, પરંતુ નિશ્ચયાશ્રિત સાચું સ્વરૂપ ન
ભાસ્યું તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
એ પ્રમાણે આ સંસારમાં અનંતાનંતકાળ પરિભ્રમણ
કરતાં કરતાં જ વ્યતીત થયો છે, તેથી હવે તમને કહીએ છીએ
કે
હવે તો આટલી વાતોનો અવશ્ય નિર્ણય કરી લ્યો કે
આગમથી, યુક્તિથી વા સ્વાનુભવથી સંસારમાં પરિભ્રમણ આ
જ પ્રમાણે થાય છે કે નથી થતું? વા સંસારમાં ઉપર કહેલી
સર્વ વાતો દુર્લભ છે કે નથી? હવે તમારે
અનધ્યવસાયી રહેવું
યોગ્ય નથી, આ મનુષ્યપર્યાયરૂપ રસ પામવો મહા દુર્લભ છે,
નહિ તો પછી પસ્તાશો અને કાંઈ ગરજ સરશે નહિ. અનંતાનંત
જીવો આ જ પ્રમાણે દુઃખી થયા થકા કાળ પૂર્ણ કરે છે પણ
હવે તમે તો આ અવસર પામ્યા છો! મનુષ્યપર્યાય, ઉચ્ચકુલ,
દીર્ઘઆયુ, પાંચે ઇંદ્રિયોની પરિપૂર્ણતા, રૂડા ક્ષેત્રમાં વાસ,
સત્સંગની પ્રાપ્તિ, પાપથી ભયભીતપણું, ધર્મબુદ્ધિની પ્રાપ્તિ,
શ્રાવકકુલની પ્રાપ્તિ, સત્યશાસ્ત્રોનું શ્રવણ, સત્ય ઉપદેશદાતાનો
સંબંધ મળવો, સત્યમાર્ગનો આશ્રય મળવો, સત્યદેવ આદિના
૧. અબાધ = દોષ વગરની, વિરોધ વગરની.
૨. સબાધ = દોષવાળી, વિરોધવાળી.
૩. અનધ્યવસાયી = બેખબરૂં.