Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 103
PDF/HTML Page 68 of 115

 

background image
૫૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
અંતરંગમાં ધર્મવાસના થવી વા પરલોકથી અને પાપથી ભયભીત
થવું ઉત્તરોત્તર મહા દુર્લભ છે, કદાચિત્ તેની પણ પ્રાપ્તિ થઈ
જાય તો મિથ્યાધર્મવાસનાનો અભાવ તથા તેનાથી બચ્યા
રહેવારૂપ કાર્ય અત્યંત દુર્લભ છે, વળી તેનાથી પણ બચી જાય
તો
જૈનાભાસી જે શ્વેતામ્બરસંવેગી, રક્તામ્બર, પીતામ્બર,
કાષ્ટાસંધી તથા આ કળિકાળમાં ઉત્પન્ન થયેલી મિથ્યાધર્મ
સમાન જૈનધર્મમાં પણ પ્રતીતિ તેનાથી બચવું મહા દુર્લભ છે,
કદાપિ તેનાથી બચવું બની જાય તો કુલક્રમથી અને પંચાયતિના
ભયથી મિથ્યાદેવાદિકોથી બચવું બની જાય તો મોટું ભાગ્ય!
પરંતુ સાચાદેવાદિકની તેવી યથાવત્ વિનયાદિરૂપ પ્રવૃત્તિ ન થઈ.
વળી ત્યાં પણ કોઈ જીવ તો પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યા વિના
જ અજ્ઞાનીસાધર્મીના સંગમાં મગ્ન બની (તેનો) વિનય વા
ઉજ્જવલતા વધારવાવાળી દ્રવ્યરૂપ પૂજા-તપ
-ત્યાગ આદિ બાહ્યક્રિયામાં જ નિમગ્ન થઈ રહે છે. વળી કોઈક
જીવ, વક્તાના ઉપદેશ આદિ કથનથી સ્વરૂપ નિર્ણય પણ કરે
છે; ત્યાં પોતાના જ્ઞાનમાં આગમના આશ્રયથી તે
શિક્ષા યાદ
રાખે છે અને પોતાને વસ્તુસ્વરૂપનો જ્ઞાની માની સંતુષ્ટ થઈ રહે
છે પણ યુક્તિ
હેતુપૂર્વક તેનું જ્ઞાન કરતો નથી, તથા કોઈ હેતુ
યુક્તિ પણ શીખી લે છે તો ત્યાં આગમમાં કહ્યો છે તેવો જ
નિશ્ચય કરી વસ્તુસ્વરૂપનો નિર્ણય થયો માની લે છે, પણ
૧. જૈનાભાસી = વાસ્તવિક જૈન નહિ પણ જૈન જેવા દેખાતા.
૨. શિક્ષા = ઉપદેશ.