થયેલી વાસના કિંચિત્ રહી જાય તો તે બની રહે છે.
મિથ્યાત્વ, વિષયકષાય અને ભોગોપભોગસામગ્રી આદિનો
વિષયરૂપથી અનુરાગ હોય છે, તેથી ઘણા જીવ તો ત્યાંથી મરીને
એકેન્દ્રિય થાય છે, તથા કોઈ ઉચ્ચપદના ધારક જીવ તો પ્રથમ
મનુષ્યપર્યાયમાં ધર્મ સાધ્યો છે તેના જ ફલથી થાય છે, પણ
એવા જીવ થોડા હોય છે.
જીવરાશિમાં સર્વ મનુષ્ય ઓગણત્રીસ અંકપ્રમાણ છે, તેથી
એકેંદ્રિયાદિ સર્વ જીવરાશિથી (તેઓ) અત્યંત થોડી સંખ્યામાત્ર
છે. ત્યાં પણ ઘણા જીવ તો ભોગભૂમિયા છે. એટલે ત્યાં તો
દેવઆદિનો વા ધર્મકાર્યોનો સંબંધ જ નથી. વળી કર્મભૂમિમાં
ઘણા જીવ તો ગર્ભમાં જ અલ્પઆયુના ધારક મરતા જોઈએ
છીએ તથા કદાચિત્ ગર્ભમાં પૂર્ણ અવસ્થા થાય તો જન્મ થયા
પછી ઘણા જીવ અલ્પઆયુના ધારક મરતા જોઈએ છીએ, વળી
કોઈ દીર્ઘ આયુષ્ય પામે તો ઉચ્ચકુલ પામવું મહા દુર્લભ છે,
તેનાથી પાંચે ઇંદ્રિયોની પૂર્ણતા પામવી વા શરીરાદિ સર્વ સામગ્રી
ઉત્તમ પામવી મહા દુર્લભ છે, તેનાથી ઉત્તમ સંગતિનો સંબંધ
મળવો વા વ્યસનાદિકથી બચ્યા રહેવું મહા દુર્લભ છે, તેનાથી