જ કિંચિત્ જ્ઞાન હોય છે, હવે એ પર્યાયોમાં જે દુઃખ આ જીવ
ભોગવે છે તેને તો જે ભોગવવાવાળો જીવ છે તે જ જાણે છે
વા કેવલીભગવાન જાણે છે. કોઈ પ્રકારથી કર્મનો ક્ષયોપશમ
કરી વા ત્રસ આદિ પ્રકૃતિના ઉદયથી બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય,
ચાર ઇંદ્રિય, અસંજ્ઞીપંચેદ્રિય તથા લબ્ધ્યપર્યાપ્તક પર્યાયોમાં
ઉત્પન્ન થાય છે ત્યાં વિશેષરૂપથી દુઃખની જ સામગ્રી હોય છે.
ત્યાં પણ જ્ઞાનની મંદતા જ છે એટલે એ પર્યાયોમાં તો
આત્મહિતકારી ધર્મનો વિચાર થવાનો પણ સર્વથા અભાવ છે.
બાકી તિર્યંચપર્યાય રહી, તેમાં નાની
અને દીર્ઘઆયુવાળા જીવો થોડા છે, તેમાં સિંહ, વાઘ અને સર્પ
આદિ ક્રૂર જીવોમાં તો ધર્મની વાસના જ હોતી નથી, અને
કદાચિત્ કોઈ તિર્યંચને એ વાસના હોય તો ઘણું કરીને પૂર્વની
દેવમનુષ્યોમાંની ધર્મવાસનાના બળથી થાય છે. વળી કોઈ જીવને
લબ્ધિના બળથી ઉપદેશાદિકનું
બળદ અને હરણાદિ જીવોને ઉત્પન્ન થાય છે, પરંતુ એવા જીવ
ઘણા થોડા છે.
૨. નિમિત્ત = હાજરીરૂપ બાહ્યસંયોગ.