સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૩
સર્વજ્ઞ સત્તાસ્વરુપ
હવે શ્રી અર્હંતદેવનો નિશ્ચય, પોતાના જ્ઞાનમાં થવાનો
ઉપાય લખીએ છીએઃ — આ જીવ અનાદિથી મિથ્યાદર્શન –
અજ્ઞાન – કુચારિત્રભાવથી પ્રવર્તતો થકો ચતુર્ગતિરૂપ સંસારમાં
પરિભ્રમણ કરે છે, ત્યાં કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી જે
૧અસમાનજાતિયદ્રવ્યપર્યાયમાં અહંબુદ્ધિ ધારી ઉન્મત્ત બની
વિષય – કષાયઆદિ કાર્યરૂપ પ્રવર્તે છે. તેમાં અનાદિથી ઘણો
કાળ તો ૨નિત્યનિગોદમાં જ વ્યતીત થયો વા પૃથ્વી આદિ
પર્યાયોમાં વા ઇતરનિગોદમાં વ્યતીત થયો. એ નિત્ય-
નિગોદમાંથી નીકળ્યા પછી પાંચ ૩સ્થાવરમાં ઉત્કૃષ્ટ રહેવાનો
૧. અસમાનજાતિદ્રવ્યપર્યાય = ભિન્ન જાતિવાળા દ્રવ્યો મળીને જે
એકરૂપ સંયોગ બને છે તેને અસમાનજાતિદ્રવ્યપર્યાય કહે છે.
દા.ત. જીવ અને પુદ્ગલો મળીને મનુષ્યદેવાદિ અવસ્થારૂપે
એકરૂપ વ્યવહાર થાય છે તે.
૨. નિગોદ = જે શરીરમાં અનંતાનંત જીવો એકી સાથે રહે છે,
જન્મે છે અને મરે છે, તે શરીરને સાધારણ કહે છે અને તેમાં
રહેતા જીવોને નિગોદ કે સાધારણ વનસ્પતિકાય કહે છે.
૩. સ્થાવર = (૧) પૃથ્વીકાય (૨) અપ્કાય (૩) તેઉકાય (૪)
વાઉકાય (૫) વનસ્પતિકાય. એ પાંચ સ્થાવરના ભેદ છે.