Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 89 of 103
PDF/HTML Page 101 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૯
વળી, જો જ્ઞેયપદાર્થ છે તો તેનો જ્ઞાતા પણ કોઈ છે જ.
કારણ કેજ્ઞેય જે મેરૂ આદિક વા જીવઆદિ શાસ્ત્રમાં સાંભળી
વગરદેખે જ કોઈનાં કહેલાં વચનોના આશ્રયથી શ્રુતજ્ઞાન વડે
જાણીએ છીએ. જેમ સૂક્ષ્મઆદિ પદાર્થ પોતાને પ્રત્યક્ષ જાણવામાં
ન આવે તોપણ કોઈના દ્વારા કહેલાં શાસ્ત્રોથી નિર્બાધ શ્રુતજ્ઞાન
વડે જાણવામાં આવે છે, માટે અનુમાનથી આ નિશ્ચય સિદ્ધ કર્યો
કે જીવ આદિ વસ્તુ છે તો તેનો સંપૂર્ણ સ્પષ્ટ જ્ઞાતા પણ કોઈ
છે જ, એ પ્રમાણે ત્રીજીજાતિના અનુમાનથી સિદ્ધ કર્યું.
વળી, સૂક્ષ્મઆદિ પદાર્થોને જે ઉપદેશ છે તે સૂક્ષ્મઆદિ
પદાર્થોને કોઈ સાક્ષાત્ જાણવાવાળો છે તેના આશ્રયથી જ
(ઉપદેશ) પ્રવર્ત્યો છે, કારણ કે
સુનિશ્ચિતાસંભવદ્બાધક
પ્રમાણોને માટે ઉપદેશ વિદ્યમાન છે, ત્યાં અમે આ અનુમાન
સિદ્ધ કરીએ છીએ કે
જો આ ઉપદેશ છે તો તેના મૂળ વક્તા
સર્વજ્ઞવીતરાગ જ છે, એ પ્રમાણે પરસ્વરૂપ કાર્યાનુમાનથી
સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી. શ્રીશ્લોકવાર્તિકમાં કહ્યું છે કે
सूक्ष्माद्यर्थोपदेश हि तत्साक्षात्कर्तृपूर्वकः
परोपदेशलिंगाक्षानपेक्षावितथत्वतः ।।।।
(પ્ર. અ. પાનું૧૧)
૧. સુનિશ્ચિતાસંભવદ્બાધકપ્રમાણ = જેમાં કોઈ બાધક પ્રમાણ ન
હોય એવી રીતે બરાબર નક્કી થયેલું. (કોઈપણ વસ્તુની સત્તા
સિદ્ધ કરવાને માટે બધાથી ચઢિઆતું પ્રમાણ એ છે, કે તેની
સત્તામાં કોઈ બાધક પ્રમાણ ન મળે.)