૯૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જેમ કોઈ પુરુષ (મકાનની) અંદર બેસીને વીણા
બજાવતો હતો ત્યાં કોઈ બીજા પુરુષે તો તેને સાક્ષાત્ દેખ્યો
નથી, પરંતુ વીણાનો નાદ યથાર્થરૂપ સાંભળી તેણે એવો નિશ્ચય
કર્યો કે — અહીં કોઈ ચતુર, વાજીંત્ર વગાડવાવાળો છે; તે જ
પ્રમાણે અહીં પણ સર્વજ્ઞને સાક્ષાત્ – પ્રત્યક્ષ તો દીઠા નથી, પરંતુ
આ સાચા ઉપદેશરૂપ સાધનથી સર્વજ્ઞની સમાનરૂપ સત્તા સિદ્ધ
કરી. તથા એવા સર્વજ્ઞને નિમિત્ત જોઈએ તો નિર્ણયસ્થાન નિશ્ચય
(પ્રકરણ)માં લખીશું. અહીં કોઈ પ્રશ્ન કરે કે – અનાદિનિધનશ્રુત
છે તે જ છે, તેને તો વાંચે – સાંભળે તેને જ્ઞાન થઈ જાય એનાથી
સર્વજ્ઞવક્તા કેવી રીતે સિદ્ધ કર્યા? તેનો ઉત્તરઃ —
જો પદાર્થ પણ અનાદિનિધન છે તથા વસ્તુઓમાં
નામાદિક કહેવાં પણ અનાદિનિધન છે, તેથી કર્તા તો તેનો કોઈ
સર્વથા છે જ નહિ, પરંતુ પ્રથમ તો ન્યાયશાસ્ત્રોમાં
વચનસામાન્યને પણ પૌરુષેયપણું સિદ્ધ કર્યું છે અને
અપૌરુષેયામ્નાયનો નિષેધ કર્યો છે. કારણ કે – આ ઉપદેશરૂપ
વાક્ય કોઈ પુરુષના આશ્રયવિના પ્રવર્તે નહિ; શબ્દ પુદ્ગલની
પર્યાય છે, તે જીવના આશ્રય વિના જ પ્રવર્તે છે. શ્લોકવાર્તિકમાં
પણ કહ્યું છે કેઃ —
✽અર્થ : — સૂક્ષ્માદિ પદાર્થોનો ઉપદેશ તે પદાર્થોને સાક્ષાત્
(પ્રત્યક્ષ) જાણનાર દ્વારા જ હોઈ શકે. કારણ કે તે (સૂક્ષ્માદિ
પદાર્થોનું જ્ઞાન) પરોપદેશ, લિંગ અને ઇંદ્રિયોથી નિરપેક્ષ છે અને
સત્ય છે.