સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૧
✽
नैकान्ताकृत्रिमाम्नायमूलत्वेस्य प्रमाणता ।
तद्व्याख्यातुरसर्वज्ञे रागित्वे विप्रलंभनात् ।।४।।
(પ્ર. અ. પાનું ૭)
તમે સર્વથા અકૃત્રિમઆમ્નાય કહો છો પણ તેની
પ્રમાણતા નથી, તેથી એ આમ્નાયનો મૂળવ્યાખ્યાતા માનવા
યોગ્ય છે. તથા જો અજ્ઞાની – રાગીદ્વેષીને વ્યાખ્યાતા માનવામાં
આવે તો તેના કહેવામાં પ્રમાણતા કેવી રીતે આવશે? કારણ કે
દોષવાન વક્તાને તો ઢોંગી કહીએ છીએ, માટે પૂર્ણ જ્ઞાની તથા
રાગદ્વેષ રહિત જ મૂળ વ્યાખ્યાતા થતાં આમ્નાયની સાચી પ્રવૃત્તિ
થશે, એ જ દર્શાવીએ છીએઃ —
જો તમે સર્વથા અકૃત્રિમ આમ્નાય પુરુષના આશ્રય વિના
જ માનશો તો આમ્નાય તો અકૃત્રિમ સંભવે છે. કારણ આવું
વચન છે કેઃ —
“ ‘सिद्धो वर्णसमाम्नायः’
અર્થાત્ અક્ષરોની સાચી આમ્નાય છે તે સ્વયંસિદ્ધ છે
પણ કોઈની કરેલી નથી, તો અક્ષર વા જીવાદિક વસ્તુનાં નામ
✽અર્થ : — સર્વથી અકૃત્રિમ પરંપરાથી આવવાના કારણે પણ
વેદમાં પ્રમાણિકતા આવી શકતી નથી, કારણ કે તેના વ્યાખ્યાતા
અસર્વજ્ઞ અને રાગદ્વેષી હોતાં વંચનાનો સંભવ આવે છે.
*
અર્થ : — વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય (ચોસઠ મૂળાક્ષર) સ્વયંસિદ્ધ
છે – અનાદિનિધન છે.