Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 92 of 103
PDF/HTML Page 104 of 115

 

background image
૯૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
ષટ્દ્રવ્યથી બધાં સ્વયંસિદ્ધ છે માટે આમ્નાય તો અકૃત્રિમ જ
છે તોપણ કોઈ પુરુષના આશ્રય વિના આમ્નાયવચન જ પોતાના
સ્વાર્થને પ્રકાશવામાં સમર્થ નથી. જો વચનમાં જ આવી શક્તિ
હોય કે વાંચે
સાંભળે તેને તે રૂપ સાચું જ્ઞાન કરાવે તો અનેક
મતોમાં પણ અન્યથા વા એક મતમાં પણ પ્રતિપક્ષીનો સદ્ભાવ
શા માટે થવા દે? માટે આમ્નાયના પ્રવર્તનને સત્યરૂપ
રાખવાવાળો કોઈ વચનનો વ્યાખ્યાતા અવશ્ય માનવા યોગ્ય છે.
ત્યાં એ વ્યાખ્યાતા જો સર્વજ્ઞવીતરાગ માનશો તો
આમ્નાયરૂપ વચન છે તો તેના આધીન પ્રવર્ત્યાં છે, પણ તમે
અકૃત્રિમઆમ્નાયની આવી એકાન્તહઠ ઠરાવી સર્વજ્ઞની નાસ્તિ
શા માટે કહો છો? તથા જો આમ્નાયરૂપવચનનો વ્યાખ્યાતા
મંદજ્ઞાની
રાગીદ્વેષી માનશો તો તેના વચનમાં પ્રમાણતા આવશે
નહિ. કારણ એવા વક્તાના કહેલા સૂત્રમાં પ્રમાણતા શી રીતે
આવશે? કારણ કે
અજ્ઞાન વડે તો વસ્તુનું સ્વરૂપ (યથાર્થ) ભાસે
નહિ, એટલે ઇચ્છાનુસાર પોતાને જેવું વસ્તુનું સ્વરૂપ અન્યથા
ભાસે તેવું કહીને (માત્ર) પદ્ધતિ રાખે, અથવા પોતાનાથી કહ્યું
ન જાય વા કહેવામાં બાધા લાગતી જણાય તો વસ્તુનું સ્વરૂપ
અવક્તવ્ય કહી દઈ (માત્ર) પદ્ધતિ રાખે, એ પ્રમાણે તો અજ્ઞાની
વક્તાના આશ્રયથી દોષ આવે. વળી જો કદાચિત્ કોઈને કિંચિત્
જ્ઞાન હોય તોપણ રાગદ્વેષના વશથી વા પોતાના વિષય, કષાય,
કામ, ક્રોધ, માન, માયા, લોભ અને ઇર્ષાદિક પ્રયોજનને સાધવા
માટે સાચને જૂઠ કહે (એટલે) તેનું (કથન) પ્રમાણ નથી. એ