સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૩
પ્રમાણે રાગદ્વેષના આશ્રયે દોષ આવ્યો. હવે જેને બંનેમાં
સામાન્ય – વિશેષતા હોય તેનામાં પણ સાચું વક્તાપણું આવવું
દુર્લભ છે, તો જેનામાં અજ્ઞાન – રાગાદિદોષ પ્રબલ હોય તેનામાં
સાચું વક્તાપણું કેવી રીતે આવે? માટે અજ્ઞાની અને રાગીદ્વેષી
વક્તા સર્વથા હોય નહિ.
વળી, તમે જો હઠગ્રાહીપણું કરી વા મતપક્ષ કરી
દોષવાન વ્યાખ્યાતામાં પણ પ્રમાણિકપણું માનશો તો તમારા
મતમાં અદુષ્ટકારણજન્યપણાને પ્રમાણનું સ્વરૂપ શા માટે કહ્યું
છે? તમારામાં આવું વાક્ય છે જ કે —
✽
‘दुष्टकारणजन्यत्वं प्रमाणस्याप्रमाणत्वम्’ ।
જ્યારે દ્વેષી ઠરે ત્યારે તેની કહેલી આમ્નાય પ્રમાણરૂપ
કેવી રીતે હોય? કારણ તેની કહેલી આમ્નાયને તો
દુષ્ટકારણજન્યપણું આવ્યું! જેમ આ કાળમાં કપટીઓનાં શાસ્ત્રો
દુષ્ટ – દ્વેષીવક્તાજન્ય છે તેમ આમ્નાયનાં શાસ્ત્રો પણ થયાં. એ
પ્રમાણે અકૃત્રિમઆમ્નાય માનવામાં વા અજ્ઞાની – રાગીદ્વેષી
વક્તાને માનવામાં અનેક બાધાઓ આવે છે; તેનો વિશેષ નિર્ણય
મહાભાષ્ય, અષ્ટસહસ્રી અને શ્લોકવાર્તિક આદિ ન્યાયના
ગ્રંથોમાં હેતુ – યુક્તિપૂર્વક કર્યો છે તેને જાણી પોતાનાં
કલ્પિતવચન પ્રમાણભૂત નથી, એમ માનવું યોગ્ય છે.
✽અર્થ : — દ્વેષને કારણે પ્રમાણને પણ અપ્રમાણપણું ઉત્પન્ન
થાય છે.