૯૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
તથા સાચા વસ્તુસ્વરૂપને વા જીવના કલ્યાણમાર્ગને
પ્રતિપાદન કરવાવાળાં વચન છે, તે શ્રીસર્વજ્ઞવીતરાગવક્તાના
કહ્યાથી જ પ્રવર્ત્યાં છે વાત સિદ્ધ થઈ. તે જ શ્રી શ્લોકવાર્તિકમાં
કહ્યું છે કેઃ —
✽
प्रबुद्धाशेषतत्त्वार्थे साक्षात् प्रक्षीणकल्मषे ।
सिद्धे मुनीन्द्रसंस्तुत्ये मोक्षमार्गस्य नेतरि ।।२।।
सत्यां तत्प्रतिपित्सायामुपयोगात्मकात्मनः ।
श्रेयसा योक्ष्यमाणस्य प्रवृत्तं सूत्रमादिमम् ।।३।।
(પ્ર. અ. પાનું ૪)
અર્થ : — જાણ્યા છે સર્વ પદાર્થ જેણે, ઘાત કર્યાં છે
ઘાતિકર્મ જેણે તથા જે મુનીંદ્રોને સ્તુતિ કરવા યોગ્ય – મોક્ષમાર્ગને
દર્શાવવાવાળા છે, એવા વક્તાની સિદ્ધિ થતાં જ કલ્યાણકારીમાં
જોડાતો જે ઉપયોગસ્વરૂપ આત્મા ને તેની પ્રતિપિત્સા અર્થાત્
પૂછવારૂપ પ્રવૃત્તિ થતાં થકાં આ સૂત્રો પ્રવર્ત્યાં છે. તે જિનમતનાં
શાસ્ત્રોમાં યુક્તિસહિત સત્યપણું હોય છે, કારણ કે – જિનમતમાં
સૂત્રનું લક્ષણ આ કહ્યું છે કે —
✽અર્થ : — સમસ્ત તત્ત્વાર્થોના જ્ઞાતા, વીતરાગ અને મુનીંદ્રોથી
સ્તુત્ય એવા મોક્ષમાર્ગના નેતાની (આપ્તની) સિદ્ધિ થતાં શ્રેયમાં
જોડાવાની યોગ્યતાવાળા ઉપયોગાત્મક આત્માને મોક્ષમાર્ગની
જિજ્ઞાસા થતાં તત્ત્વાર્થસૂત્રનું પ્રથમ સૂત્ર (સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ) પ્રવર્ત્યું છે.