Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 95 of 103
PDF/HTML Page 107 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૫
‘हेतुमत्तथ्यं सुत्रम्’
તો એવાં સૂત્રો, અસર્વજ્ઞદ્વેષવાનવક્તા હોતાં કેવી રીતે
પ્રવર્તે? જેમ બૃહસ્પતિઆદિ નાસ્તિકવાદીનાં સૂત્રો સાચા વક્તા
વિના જ પ્રવર્તે છે તેવાં જિનમતનાં સૂત્રો નથી. જિનશાસ્ત્રોનાં
વચનમાં તો સુનિશ્ચિતાસંભવદ્બાધકપણું છે એટલે તે તો
સત્યતાને સિદ્ધ કરે છે અને સત્યતા છે તે આ વચનોના
સૂત્રપણાને પ્રગટ કરે છે તથા સૂત્રપણું છે તે સર્વજ્ઞવીતરાગના
પ્રણેતાપણાને સિદ્ધ કરે છે.
હવે, આ કાળમાં સાચાં વસ્તુસ્વરૂપ દર્શાવવાળાં વા
સાચા મોક્ષમાર્ગનાં સૂત્રો તો મળે જ છે પણ જેના જ્ઞાનમાં
જિનવચનના આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુનો ઉપદેશ તથા સ્વાનુભવ એ દ્વારા પ્રમાણ, નય, નિક્ષેપ
અને
અનુયોગથી નિશ્ચય થયો છે તે જ જીવોને એ વચનનું
સાચું સત્યપણું ભાસે છે તથા તેને જ એ વચનો સાચાં સૂત્રરૂપ
ભાસે છે અને તેને જ એવાં સૂત્રોને કહેવાવાળા વક્તા
સર્વજ્ઞવીતરાગદેવ જ છે, એમ ભાસે છે. એ પ્રમાણે જે
ભેદવિજ્ઞાની જીવ છે તેને જ જ્યાં કેવળીનું પ્રત્યક્ષ દર્શન (છે)
* અર્થ :યુક્તિવાળું અને યથાતથ્ય (સાચું) હોય તે સૂત્ર કહેવાય.
૧. અનુયોગ = વસ્તુમાં સૂત્ર અનુસારે સત્, સંખ્યા વગેરે વસ્તુનું
સ્વરૂપ જાણવાના કારણો યોજવામાં (ઉતારવામાં) આવે છે, તે
દરેક સાધનને અનુયોગ કહે છે.
(જુઓ તત્ત્વાર્થસૂત્ર પ્ર. અ. સૂત્ર ૭૮)