૯૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
ત્યાં તો સંયોગરૂપના કાર્યરૂપ સાધન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ
થઈ છે.
વળી, આ કાળમાં કેવલજ્ઞાનીનાં પ્રત્યક્ષ દર્શન નથી પણ
તેમની ૧સ્થાપના ૨તદાકાર વા ૩અતદાકારનાં દર્શન છે ત્યાં
પરરૂપકાર્યના સાધનથી સત્તાની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે જે
સર્વજ્ઞની સર્વથા નાસ્તિ કહે છે તેને સર્વજ્ઞની સત્તા જેમ સિદ્ધ
થઈ છે તેમ સત્તા સિદ્ધ કરવાનો ઉપાય (અહીં) દર્શાવ્યો છે.
હવે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે પ્રથમ આવા ઉપાયથી
વચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી પછી ગમ્યમાન
થયેલાં સત્યરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું જે અનુમાન,
તેનાથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી (તેનાં) શ્રદ્ધાન, જ્ઞાન, દર્શન,
પૂજન, ભક્તિ, સ્તોત્ર અને નમસ્કારાદિક કરવા યોગ્ય છે.
૧. સ્થાપના = ધાતુ, કાષ્ટ, પાષાણ વગેરેની પ્રતિમા તથા અન્ય
પદાર્થોમાં ‘આ તે છે’ એ પ્રકારે કોઈની કલ્પના કરવી, તે
સ્થાપના નિક્ષેપ છે.
૨. તદાકાર સ્થાપના = જે પદાર્થમાં જેવો આકાર હોય તેમાં તેવા
આકારવાળાની કલ્પના કરવી, તે તદાકાર સ્થાપના છે. દા.ત. શ્રી
સીમંધર ભગવાનની પ્રતિમામાં શ્રી સીમંધર ભગવાનની કલ્પના
કરવી.
૩. અતદાકાર સ્થાપના = ભિન્ન આકારવાળા પદાર્થમાં કોઈ ભિન્ન
આકારવાળાની કલ્પના કરવી, તે અતદાકાર સ્થાપના છે. દા.ત.
સેતરંજના ગોટામાં બાદશાહ વજીર વગેરેની કલ્પના કરવી.