Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 97 of 103
PDF/HTML Page 109 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૭
પણ જે સત્તાનો નિશ્ચય તો કરતો નથી અને કુલપદ્ધતિથી,
પંચાયતના આશ્રયથી વા મિથ્યાધર્મબુદ્ધિથી દર્શનપૂજનાદિરૂપ
પ્રવર્તે છે વા મતપક્ષના હઠગ્રાહીપણાથી બીજાઓને (અન્ય
દેવાદિકને) ન પણ માને, માત્ર તેનો જ (પોતે માનેલા
જિનદેવાદિકનો જ) સેવક બની રહ્યો છે તેને તો નિયમથી
પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી, તેથી તે
અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
જેનાથી સર્વજ્ઞની સત્તાનો
જ નિશ્ચય નથી કરી શકાયો તો (તેનાથી) સ્વરૂપનો નિશ્ચયાદિ
તો કેવી રીતે થશે?
અહીં કોઈ કહે કેસત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તો
શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજનાદિ કરવાં અફળ થોડાં
જ જાય છે! તેનો ઉત્તર
જો તમારી કિંચિત્ મંદકષાયરૂપ
પરિણતિ થઈ જશે તો પુણ્યબંધ તો થતો જશે; પરંતુ જિનમતમાં
તો દેવનાં દર્શનથી આત્મદર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો
નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારથી નહિ
થાય, એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે. વળી તમે લૌકિક
કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુનાં સત્તા આદિ નિશ્ચય કર્યા
વિના સર્વથા પ્રવર્તતા નથી; અને અહીં તમે સત્તાનિશ્ચય પણ
ન કરતાં ઘેલા (પાગલ) અનધ્યવસાયી થઈ પ્રવર્તો છો એ મોટું
આશ્ચર્ય છે, માટે શ્લોકવાર્તિકમાં (પાનું ૯) કહ્યું છે કે
‘कथमनिश्चितसत्ताकः स्तुत्यः प्रेक्षावतां’...... આદિ
અર્થઃજેની સત્તાનો નિશ્ચય નથી થયો તે