Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 98 of 103
PDF/HTML Page 110 of 115

 

background image
૯૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
પરીક્ષાવાળાને કેવી રીતે સ્તવન કરવા યોગ્ય છે? માટે તમે સર્વ
કાર્યોની પહેલાં પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો એ
જ સર્વ ધર્મનું મૂળ છે, તથા એ જ જિનમતની આમ્નાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે
‘ધર્મ, અધર્મના ઉપાય સહિત
હેયોપાદેયતત્ત્વ એ જ કોઈને પ્રત્યક્ષ છે, એ પ્રમાણે તો કહેવું
પણ સકલ પદાર્થ પ્રત્યક્ષ છે, એમ ન કહેવું.’
તેને ઉત્તર આપીએ છીએ કેતમે પ્રશ્ન કર્યો પણ એ
પ્રમાણે નથી. કારણ કેસકલ પદાર્થ પ્રત્યક્ષ છે એમ ન હોય
તો ધર્મ, અધર્મ, હેય, ઉપાદેય તત્ત્વનું પણ પ્રત્યક્ષપણું ન બને.
વળી જો ઉપચારથી સકલપદાર્થ પ્રત્યક્ષ કહેશો તો તમે (માત્ર)
મહિમા અર્થે આ વાત કહી પણ તેમાં એ ગુણ તો સાચો ન
આવ્યો, ત્યારે જૂઠમતવાળાઓના જેવું કહેવું થયું. કારણ કે
નિયમ છે કે જેને સકલ પદાર્થ સાચા પ્રત્યક્ષરૂપ ન થયા તેને
કોઈ વસ્તુની પ્રમાણતા નથી.
વળી તે કહે છે કે ‘‘જેમ સર્વજ્ઞવાદી કહે કે ‘મને
કિંચિત્જ્ઞાનીને સર્વજ્ઞનું શ્રદ્ધાન અનુમાન વડે જેમ ભાસ્યું છે તે
જ પ્રમાણે સર્વજ્ઞને જાણનાર પહેલા થયા છે, આજે છે તથા
ભવિષ્યમાં થશે’ તેમ આવું કહેનાર એ સર્વજ્ઞવાદીને અમે એમ
કહીશું કે
મને કિંચિત્જ્ઞાનીને જેમ સર્વજ્ઞનો સદ્ભાવ ન ભાસ્યો
તે જ પ્રમાણે પૂર્વમાં પણ સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ કોઈને
ભાસ્યો નથી, વર્તમાનમાં કોઈને ભાસતો નથી તથા ભવિષ્યમાં
૧. અસર્વજ્ઞવાદી.