Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 103
PDF/HTML Page 111 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૯
કોઈને ભાસશે નહિ; કારણ કેજેમ અમે કાયવાન પુરુષ છીએ
તે જ પ્રમાણે અન્ય છે, અમારામાં અને બીજાઓમાં વિશેષતા
શું છે?’’
ઉપરનું કથન અયુક્ત છે, કારણ કેસર્વજ્ઞનો અભાવ
સાધવા માટે જ્ઞાપકાનુંપલંભ નામનો હેતુ આપ્યો હતો તેને તો
અમે જૂઠો કરી જ દીધો છે. તથા સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ
થવાનો ઉપાય તમારે કરવો છે તો સ્યાદ્વાદના કહ્યા પ્રમાણે
અમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું છે તેમ તમે પણ ચિત્ત
લગાવો તો સર્વજ્ઞની સત્તા અવશ્ય ભાસશે જ. વળી તમે આ
હેતુ આપ્યો કે
‘હું મનુષ્ય છું તે જ પ્રમાણે સ્યાદ્વાદી મનુષ્ય,
અમને તો ન ભાસ્યો અને સ્યાદ્વાદીને ભાસ્યો’ તો એવી
સ્યાદ્વાદમાં શું વિશેષતા છે?’’ આ હેતુ તમે અસત્ય આપ્યો
છે, કારણ કે જગતમાં મનુષ્યશરીરવાન તો બધા એક જ
જાતિના છે. પરંતુ તેમાં આટલી વિશેષતા તો આજે પણ પ્રત્યક્ષ
જોઈએ છીએ કે
જેમ કોઈ મૂર્ખ છે, કોઈને હીરા
મોતી
ઇત્યાદિ વસ્તુઓની કિંમતનું જ્ઞાન છે, કોઈને નથી, કોઈને
શરાફીનું જ્ઞાન છે, કોઈને બજાજીનું (ગાવા
બજાવવાનું) જ્ઞાન
છે, કોઈને શાસ્ત્રોનું જ્ઞાન છે, કોઈને રોગનું જ્ઞાન છે, કોઈને
નથી, કોઈ દુષ્ટબુદ્ધિવાન છે, કોઈને ધર્મબુદ્ધિ છે તથા કોઈને
પાપબુદ્ધિ છે; એ જ પ્રમાણે તમને સર્વજ્ઞનો સદ્ભાવ ન ભાસ્યો
અને સ્યાદ્વાદીને ભાસ્યો તો એમાં વિરોધ ક્યાં આવ્યો?
એક આ વાત છે કેતમારે સ્યાદ્વાદીના સર્વજ્ઞનો
૧. સર્વજ્ઞવાદીનો ઉત્તર.