Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 103
PDF/HTML Page 112 of 115

 

background image
૧૦૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સદ્ભાવ ભાસવાની પરીક્ષા કરવી છે તો તમે તેને પૂછો, અને
પછી તેને સ્વાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ થઈ હશે તો
તે તમને પરાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરાવી દેશે.
જો તમે તેનાથી ચતુર થઈ નિર્ણય કરવાના અર્થી બની પૂછશો,
અને તેનાથી હેતુના આશ્રયે સાચી સિદ્ધિ ન કરાવી શકાઈ તો
તે નિયમથી સ્યાદ્વાદી છે જ નહિ. જેમ બીજા લૌકિક અજ્ઞાની
જીવો છે, તેવો એને પણ જાણવો. કારણ કે
જેમ લૌકિકજીવ
વિષયકષાયાદિકનાં કાર્યોમાં પર્યાયબુદ્ધિરૂપ છેતેમાં મગ્ન થઈ
વિચક્ષણ બની રહ્યા છે તેમ એ જૂઠા સ્યાદ્વાદી કહેવાઈ
બુદ્ધિરૂપ જે પૂજા, દાન, તપ અને ત્યાગાદિકમાં મગ્ન થઈ
ધર્માત્મા બની રહ્યા છે. માટે તમે આ નિયમથી જાણો કે
જેને
સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય થયો હશે તે જ સ્યાદ્વાદી છે, એટલા
માટે નરત્વ, કાયમાનપણું આદિ હેતુ આપી સ્યાદ્વાદીને
સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ ભાસવાનો નિષેધ છે તે અસંભવરૂપ
છે. શ્રી શ્લોકવાર્તિકજીમાં પણ કહ્યું છે કે
आसन् संति भविष्यंति बोद्धारो विश्वदृश्वनः
मदन्येपीति निर्णीतिर्यथा सर्वज्ञवादिनः ।।२६।।
અર્થ :જેમ પોતે અલ્પજ્ઞ હોવા છતાં સર્વજ્ઞવાદીને નિર્ણય છે
કે ‘મારા સિવાય બીજા પણ સર્વજ્ઞના જાણનારા ભૂતકાળમાં
થયા છે, વર્તમાન કાળે છે અને ભવિષ્ય કાળે થશે’, તેમ મને
પણ એ જ રીતે ‘સર્વજ્ઞ નથી’ એવો ત્રૈકાલિક નિર્ણય હોઈ શકે
છે
આમ (તારું) કહેવું અયુક્ત છે, કારણ કે સર્વજ્ઞને સિદ્ધ
કરનારાં પ્રમાણો મોજૂદ છે.