સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૧૦૧
किंजिज्ज्ञस्यापि तद्वन्मे तेनैवेति विनिश्चयः ।
इत्युक्तमशेषज्ञसाधनोपायसंभवात् ।।२७।।
✽
यथाहमनुमानादेः सर्वज्ञं वेह्नि तत्त्वतः ।
तथान्येपि नराः संतस्तद्बोद्धारो निरंकुशाः ।।२८।।
(પ્ર. અ. પાનું ૧૪)
ઇત્યાદિ બધી જિનમતની નિર્બલતા દર્શાવી પણ એ
અવસ્થા તો જૈનાભાસી છે કે જેને મતનું, આમ્નાયનું,
વસ્તુઓના સ્વરૂપનું વા સ્વ – પરના કલ્યાણનું જ્ઞાન તો ન થયું
હોય અને (માત્ર) કુળાદિક, વા પંચાયતઆદિના આશ્રયથી
પૂજા – તપ, ત્યાગાદિરૂપ પ્રવર્તે છે, તથા જૈની કહેવરાવે છે તેમને
જ છે. કારણ કે – વિશેષ જ્ઞાન ન હોય તોપણ જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે તેનું જ્ઞાન તો નિર્ણયરૂપ – હેતુપૂર્વક હોવું
જોઈએ. જે સાચો જૈની હશે તે તો પ્રયોજનભૂત રકમમાં અન્ય
દ્વારા બાધા સર્વથા આવવા દેશે નહિ તથા બાધા જોઈને પોતાને
તલાકપણું (‘એમ નહિ’ એવો નકાર, અરુચિ) ન આવે અને
જો પોતે સર્વનું મન રંજાયમાન કરવા અર્થે (માત્ર) મંદકષાયી –
શીતલ બનીને જ રહે અને વાર્તાલાપ કરીને તેની બાધાનું ખંડન
ન કરે તો તે જૈનાભાસી મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે જે જૈન
હોય તે પોતાના કાનોથી જિનમતની બાધાનાં વચન કેવી રીતે
✽અર્થ : — જેમ હું અનુમાનાદિથી સર્વજ્ઞને વાસ્તવિક રીતે જાણું
છું, તેમ અન્ય મનુષ્યો પણ સર્વજ્ઞને જાણનારા હોય તેમાં કોઈ
બાધા નથી.