Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 103
PDF/HTML Page 21 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૯
+વ્યંજનપર્યાય, અસમાન જાતિવિભાવદ્રવ્યવ્યંજનપર્યાય,
સ્વભાવવ્યંજનપર્યાય, સ્વભાવઅર્થપર્યાય, શુદ્ધઅર્થપર્યાય,
અશુદ્ધઅર્થપર્યાય, સામાન્યગુણ અને વિશેષગુણ. એ પ્રમાણે
સત્તાનો નિશ્ચય કરી હવે તેનું સ્વરૂપ કહીએ છીએ
+વ્યંજનપર્યાય = પ્રદેશત્વ ગુણના પરિણમનને વ્યંજનપર્યાય કહે
છે. તેને દ્રવ્યપર્યાય પણ કહે છે.
૧. વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય = પરોપાધિ નિમિત્તથી થતા પ્રદેશત્વ
ગુણના ફેરફારને વિભાવવ્યંજનપર્યાય કહે છે. જેમ કે જીવની
નર-નારકાદિ પર્યાય અને પુદ્ગલની દ્વિ
અણુકાદિ પર્યાય. આ
વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય જીવ અને પુદ્ગલમાં જ હોય છે.
૨. સ્વભાવવ્યંજનપર્યાય = પરોપાધિ વગર પ્રદેશત્વ ગુણમાં જે
ફેરફાર થાય છે તેને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે; જેમ કે જીવની
સિદ્ધ પર્યાય.
૩. સ્વભાવઅર્થપર્યાય = અગુરુલઘુગુણના પરિણમનને સ્વભાવ-
પર્યાય કહે છે. તેને સ્વભાવઅર્થપર્યાય પણ કહી શકાય છે.
૫. શુદ્ધઅર્થપર્યાય, અશુદ્ધઅર્થપર્યાય = પરોપાધિની અપેક્ષા રહિત
પ્રદેશત્વગુણ સિવાયના અન્ય ગુણોના ફેરફારને શુદ્ધઅર્થપર્યાય
અને પરોપાધિની અપેક્ષા સહિતના પરિણમનને અશુદ્ધઅર્થ-
પર્યાય કહે છે. જેમ કે જીવનું કેવળજ્ઞાન; જીવના રાગદ્વેષ.
૬. સામાન્યગુણ = જે ગુણ બધાં દ્રવ્યમાં સાધારણરૂપથી મળી આવે
તેને સામાન્યગુણ કહે છે. દા.ત. અસ્તિત્વ.
૭. વિશેષગુણ = જે ગુણ બધા દ્રવ્યોમાં ન મળી આવે તેને વિશેષ
ગુણ કહે છે. દા.ત. જીવ દ્રવ્યમાં જ્ઞાન, પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ,
ગંધ, રસ, સ્પર્શ.